બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Ahmedabad National Book Fair was held at GMDC ground in Nawarangpura

અમદાવાદ / ગુજરાતીઓમાં માતૃભાષા પ્રત્યેનો ક્રેઝ વધ્યો, વાયબ્રન્ટ નેશનલ બુક ફેરમાં આ વિષયના પુસ્તકોનું ધૂમ વેચાણ

Dinesh

Last Updated: 07:40 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ નેશનલ પુસ્તક ફેર નવરંગપુરામાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં યોજાયો છે, આ પુસ્તક મેળામાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ છે

  • નવમો વાયબ્રન્ટ નેશનલ બુક ફેર
  • GMDC ગ્રાઉન્ડમાં યોજાયો બુક ફેર
  • 65 પ્રકાશકો 140 બુક સ્ટોલ ફેરમાં ઉપલબ્ધ


અમદાવાદના આંગણે નવમો વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ પુસ્તક ફેર નવરંગપુરામાં આવેલા GMDC ગ્રાઉન્ડમાં યોજાયો છે. આ પુસ્તક મેળામાં દેશભરના 65 જેટલા પુસ્તક પ્રકાશકોના 140થી વધુ બુક સ્ટોલ પર વિવિધ વિષયોનાં પુસ્તકો ઉપલબ્ધ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત પુસ્તક મેળો 6 થી 12 જાન્યુઆરી સુધી યોજાયેલા પુસ્તક મેળામાં પ્રતિદિન હજારો પુસ્તક પ્રેમી અને શહેરીજનો મુલાકાત લઈને મનગમતા પુસ્તક ખરીદે છે. 

વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું
પુસ્તક મેળામાં સાહિત્ય સપ્તાહ અંતર્ગત કલા અને સાહિત્ય ક્ષેત્રના મહાનુભાવો, યુવા કવિ-સર્જકોનાં વક્તવ્યો, રસપ્રદ સાહિત્યિક ચર્ચાઓ, કાવ્યપઠન સહિત સંગીતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ જ્ઞાનગંગા વર્કશોપમાં યુવાઓ માટે લેખન કૌશલ્ય વિકસાવવા રોજ બપોરે 12થી 3 દરમિયાન વર્કશોપ યોજાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતી ભાષા તરફનું પ્રભુત્વ કેળવે તે છે. વધતા અંગ્રેજી માધ્યમ તરફના શિક્ષણ વચ્ચે માતૃભાષા પ્રત્યેના આકર્ષણ પુસ્તક મેળામાં આવતા મુલાકાતી તરફથી જોવા મળી રહ્યું છે. જે અંગે યુવાનો પણ માતૃભાષાને રસપ્રદ અને રોચક સાહિત્ય અને બાળસાહિત્યના અને ભાષા લેખનના પુસ્તકો ખરીદી રહ્યા છે.

વાંચવા જેવું: અમદાવાદથી ગાંધીનગર અવરજવર કરનારા આ ખાસ જાણી લેજો, વાઇબ્રન્ટ સમિટ-PMના રોડ શોને ટ્રાફિક પોલીસે જુઓ શું અપીલ કરી

ગુજરાતી ભાષા કેળવવા લોકોમાં જિજ્ઞાસા
અગ્રેંજી માધ્યમનું પ્રમાણ વધતા હવે ગુજરાતી ભાષા શીખવા માટે પણ લોકોની જિજ્ઞાસા વધી છે. જેની અસર પુસ્તક મેળામા જોવા મળી રહી છે. કેમ કે પુસ્તક મેળાની મુલાકાતે આવતા લોકો પોતાના બાળકો તેમજ યુવાન દીકરા-દીકરીઓ માટે ગુજરાતી ભાષામાં પ્રભુત્વ કેળવે તે મુજબના ગુજરાતી પુસ્તકો માગ વધી રહી છે. જેના માટે પુસ્તક મેળાની મુલાકાતે આવતા લોકો ગુજરાતી ભાષા લેખન કૌશલ્ય, ગુજરાતી ભાષા સમજ માટેના પુસ્તકો માગ કરી રહ્યા છે. તેમજ ગુજરાતીઓ ગુજરાતી ભાષાના પુસ્તકો ખરીદી રહ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ