બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / These roads of Ahmedabad will be closed today

વાઇબ્રન્ટ ગુજરાત 2024 / અમદાવાદથી ગાંધીનગર અવરજવર કરનારા આ ખાસ જાણી લેજો, વાઇબ્રન્ટ સમિટ-PMના રોડ શોને ટ્રાફિક પોલીસે જુઓ શું અપીલ કરી

Vishal Khamar

Last Updated: 05:32 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ તેમજ 14 દેશનાં 1 લાખ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેવાનાં છે. VVIP મહાનુભાવોને લઈ એરપોર્ટથી લઈ ગાંધીનગરને જોડતા રસ્તાઓ વ્યસ્ત રહેવાનાં કારણે ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરી છે.

  • વાયબ્રન્ટ ગુજરાત સમિટને તમામ તૈયારીઓ પૂર્ણ
  • ચાર દેશનાં રાષ્ટ્રપ્રમુખ, 18 દેશનાં ગર્વનર-મંત્રીઓ આજે આવશે ગુજરાત
  • VVIP મહેમાનોને લઈ વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ

 વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વડાપ્રધાન સહિત દેશ-વિદેશનાં મહેમાનો, ઉદ્યોગપતિ અમદાવાદ-ગાંધીનગર આવી રહ્યા છે. જેથી એરપોર્ટ તેમજ એસજી હાઈવે પર ઉપર સતત વીવીઆઈપીની અવર જવર રહેશે. જેને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા તા. 9 થી 12 જાન્યુઆરી સુધી એરપોર્ટ સર્કલથી ડફનાળા તેમજ વૈષ્ણોદેવી તેમજ એસજી હાઈવે બાજુનાં રોડ પર વાહનો લઈને નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

વડાપ્રધાનનાં રોડશો ને લઈ શું કહ્યું ટ્રાફિક ડીસીપીએ

આ બાબતે ટ્રાફિક ડીપીસી સફીન હસને જણાવ્યું હતું કે, મંગળવારે વડાપ્રધાન તેમજ યુએઈનાં રાષ્ટ્રપતિનાં રોડ શોને લઈ એરપોર્ટથી ઈન્દિરાબ્રિજ સુધી યોજાવાનો છે. પરંતું રોડ શો ને લઈ એક પણ રસ્તો બંધ કરવામાં આવશે ન હતી. ત્યારે વાહન ચાલકોને બે  રોડનો ઉપયોગ કરવા સૂચન કર્યું છે.

વૈકલ્પિક રૂટ તરીકે ક્યાં રોડનો ઉપયોગ કરશો

  • પૂર્વ અમદાવાદનાં લોકો ગાંધીનગરથી આવવા-જવા માટે નાના ચિલોડાથી નરોડા થઈ મેમ્કોવાળા રોડનો ઉપયોગ કરવો
  • વૈષ્ણોદેવીથી ઝુંડાલ થઈ તપોવન સર્કલ થઈ ગાંધીનગર જતા રોડનો ઉપયોગ કરવો
  • નરોડાથી એરપોર્ટ થઈ ભદ્રેશ્વર થઈ સરદારનગર વાળા રોડનો ઉપયોગ કરવો

વધુ વાંચોઃ ગ્લોબલ ટ્રેડ શો, CEO સાથે બેઠક, MOU પર હસ્તાક્ષર..., જાણો PM મોદીનો આજનો સંપૂર્ણ શેડ્યૂલ

મોદીનો રોડ શો હશે પ્લાસ્ટિક મુક્ત હશે
 વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે વડાપ્રધાન તેમજ યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન ગુજરાત આવતા હોઈ રોડ શો યોજાનાર છે. ત્યારે રોડ શો નાં રૂટને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરાયો છે. તેમજ સ્ટેજ પર પાણીની બોટલની જગ્યાએ પેપર કપમાં પાણી આપવામાં આવશે. તેમજ સફાઈ કામદારો દ્વારા પણ તાત્કાલીક સફાઈ કરી દેવામાં આવશે. તેમજ ગુજસેલ સર્કલથી ઈન્દિરા બ્રિજ સુધી કુલ 15 સ્ટેજ ઉભા કરવામાં આવ્યા છે. તેમજ સમગ્ર રૂટને પ્લાસ્ટિક મુક્ત જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે મ્યુનિપલ કોર્પોરેશન દ્વારા પણ સમગ્ર રૂટ પર 400 જેટલા ડસ્ટબીન મુકાયા છે. તો 200 જેટલા સફાઈ કામદારો તેમજ 3 સ્વીપર મશીન અને 5 છોટા હાથી કલેક્શન વાન પણ મુકવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ