બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Global Trade Show, Meeting with CEO, Signing of MOU..., Know PM Modi's complete schedule today

વાઇબ્રન્ટ ગુજરાત સમિટ / ગ્લોબલ ટ્રેડ શો, CEO સાથે બેઠક, MOU પર હસ્તાક્ષર..., જાણો PM મોદીનો આજનો સંપૂર્ણ શેડ્યૂલ

Vishal Khamar

Last Updated: 02:02 PM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વડાપ્રધાન ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પ્રારંભ કરાવશે. તેમજ સવાર મહાત્મા મંદીર ખાતે પાંચ ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. તેમજ સાંજે UAEના રાષ્ટ્રપતિ અને PM મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી કરશે રોડ-શૉ કરશે.

  • ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનો પીએમ મોદી પ્રારંભ કરાવશે
  • PM મોદી આજે 5 ગ્લોબલ કંપનીના CEO સાથે કરશે બેઠક
  • UAEના રાષ્ટ્રપતિ અને PM મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી કરશે રોડ-શૉ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ ગાંધીનગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદીર ખાતે મહત્વની બેઠકો કરશે. તેમજ સવારે 9.30 વાગ્યાથી દ્વિપક્ષીય બેઠકો યોજશે. પીએમ મોદી પાંચ ગ્લોબલ સીઈઓ સાથે બેઠક કરશે. જેમાં ગુજરાતમાં રોકણ બાબતે પીએમ મોદી ચર્ચા કરશે. તીમોર લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેમજ મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે દ્વિરક્ષીય બેઠક કરશે. 

ટ્રેડ શોમાં 20 દેશોના સ્ટોલ અને પ્રદર્શન
ભારતનાં સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શો નો પીએમ મોદી પ્રારંભ કરાવશે. ટ્રેડ શો માં યુએસ. જાપાન ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત તમામ દેશો ઉપસ્થિત રહેશે. ટ્રેડ શો માં આત્મ નિર્ભર ગુજરાત માટે વિશેષ પેવેલિયન. તેમજ ટ્રેડ શો માં સૌથી મોટી જગ્યા જાપાન જેટરોની છે. ટ્રેડ શોમાં 20 દેશોનાં સ્ટોલ અને પ્રદર્શન યોજાનાર છે. 

વધુ વાંચોઃ ગાંધીનગરને રંગ-બેરંગી ‘મૂન લાઈટ’થી દુલ્હનની જેમ શણગારાયુ, આહ્લાદક ડ્રોન વીડિયો જોતાં આંખ મટકું પણ નહીં મારે

PM મોદી અને UAEના રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ MoU થશે
વડાપ્રધાન મોદી આજો 5 ગ્લોબલ કંપનીનાં સીઈઓ સાથે બેઠક કરશે. મહાત્મા મંદિર ખાતે  સીઈઓ સાથે બેઠકનું આયોજન કરાયું છે. મોઝામ્બિકનાં રાષ્ટ્રપતિ સાથે પણ વડાપ્રધાન બેઠક કરશે. તેમજ બપોરે હેલિપેડ ગ્રાઉન્ડ પર ગ્લોબલ ટ્રેડ શો ની શરૂઆત કરાવશે. જ્યારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર UAE ના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. યુએઈના રાષ્ટ્રપતિ શેખ મહોમ્મદ બિન ઝયેદ અલ નહ્યાન અમદાવાદ આવશે. યુએઈ નાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન મોદી એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરશે. તેમજ ગાંધીનગરમાં હોટલ લીલામાં સાંજે દ્વિપક્ષીય બેઠક યોજાશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુએઈનાં રાષ્ટ્રપતિની હાજરીમાં વિશેષ એમઓયુ થશે. રાત્રે હોટલ લીલામાં યુએઈનાં રાષ્ટ્રપતિ સાથે ડિનર ડિપ્લોમસીનું આયોજન કરશે. પીએમ મોદી આવતીકાલે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરાવશે. તેમજ સમિટનાં ઉદ્ઘાટન બાદ દ્વિપક્ષીય બેઠકો અને સીઈઓ સાથે બેઠક કરશે. આવતીકાલે ગિફ્ટ સીટીમાં ગ્લોબલ ફિનટેક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ