બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / Ahmedabad Municipal Corporation has prepared a hit action plan

સાવચેતી / અમદાવાદ મનપાએ તૈયાર કર્યો હિટ એક્શન પ્લાન, ગરમીમાં આ સુવિધાઓ લોકોને આપશે રાહત

Vishal Khamar

Last Updated: 04:42 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સહિત રાજ્યમાં અગનવર્ષા વરસી રહી છે. જે ધખધખતા તાપના કારણે ડિહાઈડ્રેશન સહિતના કેસ વધતા હોય છે, ત્યારે લોકોએ ગરમી નો શિકાર ન બનવું પડે પાટે દર વર્ષની જેમ આ વર્ષે પણ તંત્ર દ્વારા હિટ એક્શન પ્લાન બનાવ્યો છે. ત્યારે જોઈએ શુ છે હિટ એક્શન પ્લાન અને કઈ રીતે પોતાનો ખ્યાલ રાખશે.

ચાલુ વર્ષે ગરમી ની કાળઝાળ ગરમી સાથે શરૂઆત થઈ છે. જે ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાની શરૂઆતમાં જ શહેરમાં 32 ડિગ્રી આસપાસ તાપમાન હતું, જે તાપમાન ધીમે ધીમે વધીને હાલ શહેરમાં 40 ડિગ્રી પર પહોંચી ગયું છે, છેલ્લા કેટલાક વર્ષોમાં આવુ તાપમાન ગરમીની શરૂઆત માં ભાગ્યે જ જોવા મળ્યું છે. અને હજુ તો ગરમીના અન્ય મહિના બાકી છે, જેમા એપ્રિલ અને તેમાં પણ મે મહિનો ખુબ ગરમ રહેતો હોય છે, કે જયારે ગરમીનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી જતો હોય છે, ત્યારે આ પરિસ્થિતિ વચ્ચે કોર્પોરેશન હિટ એક્શન પ્લાન લાવે છે. તો ટ્રાફીક વિભાગ બપોરે સિગ્નલ પણ બંધ કરતું હોય છે, જેથી લોકોને ગરમીથી સુરક્ષિત કરી શકાય. 

ગીતાબેન રાવલ ( શહેરીજન)

તો ગરમીથી બચવા માટે લોકો અવનવા નુસખા અજમાવે છે. જેમાં કોઈ ટોપી પહેરે, રૂમાલ બાંધી, મહિલા દુપટ્ટો બાંધી, પાણી સાથે રાખે, રસ્તામાં લોકો વિરામ કરે, સાથે જ શેરડીનો રસ હોય શીકંજી હોય કે લીંબુ શરબત કે જ્યુસ કે ઠંડું પ્રવાહી પીવે, તો કોઈ ગરમી થી બચવા માટે છત્રી લઈને નિકળે. જેથી કાળ ઓકતી ગરમી થી બચી શકાય. તો આ ગરમી વચ્ચે લોકોને રાહત આપતા શેરડીના રસમાં શેરડીનો ભાવ પણ 20 ટકા વઘ્યો છે, છતા વેપારીઓ એ  ભાવ ન વધારતાં લોકોને તેનાથી રાહત મળી રહી છે.

તો બીજી તરફ અમદાવાદમાં એશિયાની સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકો સારવાર લેવા આવે, તે દર્દી અને તેમની સાથે આવનારા લોકોને હાલાકી ન પડે અને પાણી મળી રહે માટે opd વિભાગ માં પાણીની સેવા ઉપલબ્ધ કરાવી, સાથે જ સિવિલ કેમ્પસમાં ફરતી ઈ રિક્ષામા પણ પાણીની સુવિધા ઉભી કરાઈ, જેથી કેમ્પસમાં લોકોને પૂરતું પીવાનું પાણી મળી રહે, સાથે જ હોસ્પિટલ માં જરુરી દવાનો સ્ટોક એકઠો કરી લેવાયો સાથે જ હોસ્પિટલમા 11 બેડનો હિટ સ્ટ્રોક વોર્ડ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ગરમી ને લગતા કેસમાં દર્દી ત્વરીત સારવાર આપી શકાય.

વધુ વાંચોઃ 'ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો પંપ બનીને કામ કરજો' જૂનાગઢમાં CR પાટીલે કાર્યકરોનો વધાર્યો ઉત્સાહ

એટલું જ નહિ પણ ગરમી વધતાની સાથે શહેરમાં ઠંડક આપતી મશીનરી એટલે કે કુલર, એસી ના વેચાણમાં પણ વધારો થયો છે, તો સાથે જ અબોલ પશુ પક્ષીઓને લઈને વિવિધ એનજીઓ પણ કામે લાગી છે. કેમ કે માનવી તો ગરમીથી બચવાના ઉપાય કરે પણ અબોલ પશુ પક્ષી નું શું. જેને લઈને પણ લોકો ચિંતા કરી રહ્યા છે. અને હજુ પણ ગરમીના ખરા મહિના એપ્રિલ અને મે મહિના બાકી છે, જયારે લોકો એ સાવચેતી રાખવી પડશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ