બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Junagadh CR Patil boosted the enthusiasm of the workers

લોકસભા ચૂંટણી 2024 / 'ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો પંપ બનીને કામ કરજો' જૂનાગઢમાં CR પાટીલે કાર્યકરોનો વધાર્યો ઉત્સાહ

Ajit Jadeja

Last Updated: 03:39 PM, 31 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જુનાગઢના પ્રવાસે, શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ ચુકી છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. જેને લઇ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ રાજકોટ બાદ હવે જૂનાગઢના પ્રવાસે પહોચ્યા છે.

પક્ષ માટે કાર્યકરોના મહત્વને સમજાવ્યું

લોકસભા ચૂંટણીની જાહેરાત સાથે રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપને વડોદરાથી શરૂ થયેલો વિવાદ, રાજકોટ, સાબરકાંઠા સુધી પહોચ્યો છે. ત્યારે ભાજપ માટે જેટલુ મનાતુ હતુ તેટલુ 26 બેઠકો જીતવું આસાન હવે નથી લાગી રહ્યુ. આંતરિક જુથવાદ ચરમસીમાએ પહોચતા કાર્યકરોમાં તેની અસર જોવા મળી રહી છે ત્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ કાર્યકરોમાં ઉત્સાહ વધારવા મેદાનમાં ઉતર્યા છે.

વિરોધીઓને જવાબ આપ્યો

પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ આજે જુનાગઢના પ્રવાસે પહોચ્યા છે. જુનાગઢ શહેર કાર્યાલયના ઉદઘાટનમાં પાટીલે બુથ કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. તેમણે કાર્યકરોનું મહત્વ પક્ષ માટે શું છે તે સમજાવ્યુ હતું. અને ટ્યૂબમાં હવા ભરવા માટે પંપ જોઇએ તેમ કાર્યકરો પક્ષ માટે મહત્વના છે. તેમણે કહ્યુ હતુ કે ભાજપના કાર્યકરો, બૂથ પ્રમુખ, પેજ સભ્યો ભાજપના પંપ છે. ઉમેદવારના ખાતામાં મત નખાવવા હોય તો એના માટે પંપ બનીને તમે જ મહેનત કરી શકો. કૃષ્ણ દ્રારકામાં રહેતા હતા પણ કેટલાંક વિરોધીઓ તેમાં વિશ્વાસ કરતા નહોંતા. મોદીએ બતાવ્યું કૃષ્ણની દ્રારકા નગરી આજે પણ અસ્તીત્વ ધરાવે છે.

આ પણ વાંચોઃ 'હું ગરીબ પરિવારની દીકરી છું, તંદુરસ્ત લોકશાહી ટકાવવા ઉદાહરણ પૂરું પાડીશ' - ગેનીબેન ઠાકોર

રાજકોટમાં કાર્યકરોને કરી હતી ટકોર

બે દિવસ પહેલા સી.આર.પાટલ રાજકોટ પહોચ્યા હતા. વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે બેઠમાં પાટીલે ભાજપના કાર્યકર્તાઓને ટકોર કરી હતી. પાટીલે ગુડ મોર્નિંગ સહિતના મેસેજમાં સમયનો વેડફાટ ન કરવા કાર્યકરોને ટકોર કરી હતી. પાટીલે વધુમાં કહ્યુ હતુ કે, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે ઘણું કામ છે. સહકાર, સંગઠન અને સરકારના ઘણા કામો છે. લોકોની વચ્ચે રહો અને મદદરૂપ બનો, સરકારની ઘણી યોજનાઓ અંગે માહિતી પહોંચાડવાના કામ કાર્યકરોએ કરવું જોઇએ. ભાજપનો કાર્યકર સેવાભાવી કાર્યકર છે. જનતાની વચ્ચે રહી મદદરૂપ બનવું જોઇએ. ભાજપ કાર્યકરે સરકારી યોજના પાછળનો હેતુ શું છે તે લોકો સુધી પહોંચાડવા જોઈએ. મોદી સરકારે 4 કરોડથી વધુ લોકોને પોતાનું પાકું ઘર અપાવ્યું છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ