ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Ahmedabad city at a cost of approximately Intelligent traffic management system will be installed at A

ગુડ ન્યૂઝ / અમદાવાદીઓ માટે ખુશખબર, હવે ટ્રાફિક સિગ્નલ પર વધારે ઊભું નહીં રહેવું પડે, જોરદાર સિસ્ટમ લાગશે

Published By: Dinesh Chaudhary

Last Updated: 05:11 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર ઈન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે

ADVERTISEMENT

 

અમદાવાદીઓને ખુશી મળે તેવા સમાચાર સામે આવ્યા છે. વાત એવી છે કે, ટ્રાફિક સિગ્નલ પર થતો તમારો ટાઈમ વેસ્ટ હવે ઓછો થશે. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક એવી સિસ્ટમ લાવી રહ્યું છે કે જેનાથી લોકોનો સમય અને સાથે જ પેટ્રોલ પણ બચશે. કોર્પોરેશન ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ લાવી રહ્યું છે. જે સિસ્ટમની મદદથી લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. 

ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે

અમદાવાદ શહેરમાં અંદાજે 6 કરોડના ખર્ચે 100 સિગ્નલ પર આ સિસ્ટમ લગાવાશે. જેની મદદથી લોકોને ટ્રાફિકની સમસ્યાથી રાહત મળશે. આ સિસ્ટમ કોર્પોરેશન આગામી સમયમાં લાવવા જઈ રહ્યું છે. જેના કારણે લોકોને ટ્રાફિક સિગ્નલ પર વધુ સમય ઉભા રહેવુ નહી પડે. એટલે કે જો ચાર રસ્તા પર એક સિગ્નલ ખુલે જેનો દોઢ મિનિટ સમય હોય અને ત્યાથી 60 સેકન્ડમાં ટ્રાફિક હળવો થઈ જાય, તો તરત ઓટોમેટિક સિગ્નલ બંધ થઈ જશે અને અન્ય સિગ્નલ ખુલી જશે. જેથી સામેના સિગ્નલના ચાલકોને જલ્દી નીકળવા મળશે. એટલે કે વાહન ચાલકોનો સમય બચશે. પેટ્રોલ પણ બચશે અને ગરમી વચ્ચે કે કોઈ પણ સમયે વધુ સમય વાહનચાલકોએ ઉભા રહેવુ નહી પડે. 

ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ

અમદાવાદ શહેરનો વિસ્તાર અને વસ્તી બને સતત વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા પણ દિવસેને દિવસે જટિલ બનતી જઈ રહી છે. તેવામાં આ સિસ્ટમ લોકોને મદદરૂપ બની રહેશે,  કોર્પોરેશનના ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમના અમલ માટે પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે, જેના ભાગ રૂપે શહેરમાં 30 ટ્રાફિક જંકશનના સર્વે અને ડિઝાઈન બનાવવાની કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે. તેમજ 19 જંકશનની ડિઝાઈન તૈયાર પણ થઈ ગઈ છે. અને તેમા પણ 9 જંકશન પર ડિમાર્કેશનની કામગીરી થઈ ગઈ છે. તો આ સાથે જ આર્ટિફીસલ ઈન્ટેલિજન્ટ સિસ્ટમની મદદથી લોકોને ગંદકી કરવા, ટ્રાફિક સિગ્નલ ભંગ કરવા. જેવા અનેક કારણોસર દંડ કરવામાં આવશે. ત્યારે તે સિસ્ટમ સાથે આ સિસ્ટમ આવવાને લઈને લોકો પણ આ નવી સિસ્ટમને આવકારી રહ્યા છે. 

વાંચવા જેવું: ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો જશે આસમાને, આકરા તાપમાં તપવા તૈયાર થઇ જાઓ!

સ્માર્ટ સિગ્નલ સાથે સિગ્નલ બ્યુટીફિકેશન

 એટલું જ નહીં પણ કોર્પોરેશન દ્વારા સ્માર્ટ સિગ્નલ સાથે સિગ્નલ બ્યુટીફિકેશન પર કામ કરી રહ્યું છે, જયા શહેરમાં અલગ અલગ સ્થળ પર સ્કલ્પચર મુકવામાં આવ્યા છે, અને હજુ પણ 30 જંકશન પર સ્કલ્પચર મુકવામાં આવશે, આ સાથે જ 5 કરોડના ખર્ચે શહેરમાં 40 સ્થળે સ્માર્ટ પાર્કિંગની પણ આયોજન કરાયુ છે. જયા લોકો એપ્લિકેશન મારફતે જ સુવિધાનો લાભ લઈ શકશે. જેનાથી પાર્કથી લઈને પેમેન્ટ કરવા સહિત તમામ કામગીરી ડિજિટલ થશે. આ સાથે જ શહેરના 100 જંકશનના ડેવલ્પમેન્ટ કરાશે. અકસ્માત થતા હોય તેવા ટ્રાફિક સિગ્નલનો સાયન્ટિફિક સર્વે કરી કામગીરી કરશે. પગપાળા જતા લોકોની સલામતી પર પણ ભાર મુકાયો છે. પેડેસ્ટ્રીયલ ગાર્ડ રેલ તેમજ ટેબલ ટોપ ક્રોસિંગનુ આયોજન, તેમજ ફ્રી લેફટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આ તમામ આયોજન પાછળ કોર્પોરેશન અંદાજે 10 કરોડ ખર્ચ કરશે. જે બાદ શહેરની રોનક પણ બદલાશે તેમજ શહેરીજનોની સુરક્ષામાં પણ વધારો થશે તેવો પણ અંદાજ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Municipal Corporation Ahmedabad city Ahmedabad news Intelligent Traffic Management ઇન્ટેલિજન્ટ ટ્રાફિક મેનેજમેન્ટ Ahmedabad ntelligent Traffic Management

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ