બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / In Gujarat, the temperature will rise for the next 5 days, get ready to bask in the scorching heat!

WEATHER UPDATE / ગુજરાતમાં આગામી 5 દિવસ તાપમાનનો પારો જશે આસમાને, આકરા તાપમાં તપવા તૈયાર થઇ જાઓ!

Ajit Jadeja

Last Updated: 03:58 PM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું

WEATHER UPDATE :ગરમીને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં એપ્રિલ મહિનામાં સામાન્ય ગરમી રહેવાનું અનુમાન લગાવ્યું છે. રાજ્યમાં હીટવેવની શક્યતા નહિવત છે. જ્યારે આગામી 5 દિવસમાં તાપમાન 1થી 2 ડિગ્રી વધવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં તાપમાન સામાન્યથી નીચું રહેવાની સંભાવના છે. જ્યારે એપ્રિલના બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેવાની આગાહી કરી છે. તેમજ ત્રીજા અને ચોથા અઠવાડિયામાં તાપમાન સામાન્ય કરતાં ઉંચું રહેવાનું અનુમાન છે.

 

આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો

હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે કે રાજ્યમાં બે દિવસ પહેલા પડેલી આકરી ગરમી બાદ તાપમાન ઘટતા હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું છે. જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું અને સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે. તેમજ આગામી સમયમાં 1થી 2 ડિગ્રી તાપમાન વધવાની પણ આગાહી કરી છે. જો કે હાલ હિટવેવની શક્યતા નહિવત દર્શાવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આગામી પાંચ દિવસમાં તાપમાનમાં 1 થી 2 ડિગ્રી વધારો થશે. તેમજ એપ્રિલ મહિનામાં તાપમાન સામાન્ય રહેશે. જ્યાં એપ્રિલના પ્રથમ અઠવાડિયું તાપમાન સામાન્યથી નીચું રહેશે. તેમજ સામાન્ય કરતા એક ડિગ્રીનો ઘટાડો થશે. તો બીજા અઠવાડિયામાં સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય રહેશે. અને  ત્રીજા અને ચોથા અઠવાડિયામાં પણ સૌરાષ્ટ્રમાં તાપમાન સામાન્ય કરતા ઉંચુ રહેવાનું હવામાન વિભાગનું  અનુમાન છે.

આ પણ વાંચોઃ પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે મોહન કુંડારિયાએ દર્શાવી ઉમેદવારીની તૈયારી, આગામી 24 કલાકમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય

 

ગત સપ્તાહે તાપમાન વધ્યુ હતું

ગત સપ્તાહની વાત કરીએ તો ઉત્તર ભારતના રાજ્યોમાં ઉનાળો આકરો રહ્યો હતો. જો કે આ સપ્તાહે થોડી રાહત મળી શકે છે. તાપમાનમાં સતત વધારો થતો હતો જેમાં સામાન્ય રાહત અનુભવાઇ છે. દરમિયાન, હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. આ આગામી ચાર-પાંચ દિવસમાં થશે. મતલબ કે ગરમીમાં હજુ વધારો થવાનો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં આકરી ગરમી પડી રહી છે અને આગામી પાંચ દિવસ સુધી હીટવેવ રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ