ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / રાજકોટના સમાચાર / Amidst Parshottam Rupala controversy Mohan Kundaria shows candidac

લોકસભા ચૂંટણી 2024 / પરષોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે મોહન કુંડારિયાએ દર્શાવી ઉમેદવારીની તૈયારી, આગામી 24 કલાકમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય

Published By: Ajit Jadeja

Last Updated: 11:50 AM, 1 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા

ADVERTISEMENT

રાજકોટ લોકસભા બેઠક પર બીજેપી રૂપાલાને બદલી શકે છે. વિવાદીત ટીપ્પણી બાદ ઘેરાયેલા રૂપાલાને ફટકો પડી શકે છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરસોત્તમ રૂપાલા ની ટિકિટ કપાઇ શકે છે અથવા તો બીજેપી તેમને અન્ય બેઠક પરથી લડાવી શકે છે.

કુંડારિયા દાવેદારી કરી શકે છે

લોકસભા ચૂંટણીને લઇ રાજકિય માહોલ ગરમાયો છે ત્યારે રાજકોટ બેઠક પર રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે. હાલના સાંસદ મોહન કુંડારિયા એ રાજકોટથી ઉમેદવારીની  તૈયારી દર્શાવી છે.  ક્ષત્રિય સમાજના વિરોધને લઇ પરષોત્તમ રૂપાલા ની ટિકિટ કપાઇ શકે છે. રાજકોટ લોકસભા બેઠક પર આવા સંજોગોમાં મોહન કુંડારિયા દાવેદારી કરી શકે છે. મોહન કુંડારિયા હાલ રાજકોટ બેઠકના સાંસદ છે. ભાજપે રાજકોટ બેઠક પર કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલાને આપી હતી. પરંતુ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ જોતા સમીકરણો બદલાઇ શકે છે. 

રાજકોટ બેઠકની દિલ્હીમાં થશે ચર્ચા

બીજી તરફ CM ભુપેન્દ્ર પટેલ પણ આજે દિલ્લીના પ્રવાસે છે. રાજકોટ બેઠકને લઇને ઝડપથી સમીકરણો બદલાઇ રહ્યા છે. લોકસભા ચૂંટણી  સમયે ગુજરાતમાં રાજકીય ધમાસાણ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડુ આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્લી જવાના છે. રાજ્યની અલગ-અલગ બેઠકો પર વિવાદ વચ્ચે CMનો દિલ્લી પ્રવાસ થવાનો છે. આ ઉપરાંત મેનિફેસ્ટો કમિટીની બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. ભાજપના ઘોષણાપત્રને તૈયાર કરવાની ચર્ચા માટે બેઠક યોજાવાની છે. જેમાં 2024ની ચૂંટણી માટે ઘોષણાપત્રને લઇ ચર્ચા કરાશે. આ સાથે હાઇકમાન્ડ ગુજરાતની સ્થીતીનો તાગ પણ મેળવશે. રાજ્યમાં ઉમેદવારો સામે વિરોધને લઇ CM સાથે ચર્ચા કરી શકે છે. ત્યારે રાજકોટ બેઠકને લઇ હાઇકમાન્ડ સાથે ચર્ચા કરવામાં આવી શકે છે. રૂપાલાની ટિકિટ કપાશે કે પછી અન્ય બેઠક પરથી લડાવવામાં આવશે તે અંગે પણ ચર્ચા થઇ શકે છે.

 

માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે

પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. પરંતુ કરણી સેના સહિત સમાજના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી ન હતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે.

આ પણ વાંચોઃ સૂત્ર / રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલાશે? પરશોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું, જાણો વધુ વિગત

ક્ષત્રિય સમાજના અગ્રણીઓની શું માંગ છે?

ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરષોત્તમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

MP Mohan Kundaria Parashottam Rupala Rajkot Lok Sabha seat પરષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભા બેઠક સાંસદ મોહન કુંડારિયા Parasottam Rupala

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ