બ્રેકિંગ ન્યુઝ
Dinesh
Last Updated: 10:19 PM, 31 March 2024
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ વિરોધના સૂર ઉઠ્યાં છે. ત્યારે હવે સૂત્રો પાપ્ત મળતી માહિતી મુજબ રૂપાલાને દિલ્હીનું તેડું આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધને લઇને દિલ્હી બોલાવ્યા હોવાની ચર્ચા સામે આવી છે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ ઉમેદવાર બદલવાની માગ પર અડગ છે.
ADVERTISEMENT
રૂપાલાને દિલ્હી બોલાવ્યાની ખબર: સૂત્ર
સૂત્રો પાપ્ત વિગતો મુજબ પરશોતમ રૂપાલાને દિલ્હીથી ભાજપનું તેડું આવ્યું છે. તેઓ દિલ્હીમાં ભાજપના અગ્રણીઓ સાથે બેઠકમાં ઉપસ્થિત રહેશે. અત્રે જણાવીએ કે, ક્ષત્રિય સમાજ પર કરેલી ટીપ્પણીને લઈ પરશોતમ રૂપાલમાં વિવાદોમાં ઘેરાયા છે. તેમજ સમાજની બે વાર માફી માંગી છે છતા સમાજ ઉમેદવાર બદલવાની માંગ સાથે અડગ છે. જો કે પરશોતમ રૂપાલાની દિલ્હી મુલાકાત બાદ શું નિર્ણય સામે આવે છે તે જોવું રહ્યું.
ADVERTISEMENT
માફી બાદ રૂપાલાની મુશ્કેલી યથાવત છે
પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. શુક્રવારે જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલન મળ્યું હતું. જે સંમેલનમાં રૂપાલાએ જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માગી હતી. કરણી સેના સહિતના સંગઠનોએ રૂપાલાની માફીને સ્વીકારી નહતી. ક્ષત્રિય સંગઠનોનું કહેવું છે કે જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે આ વિવાદ હવે પૂર્ણ થયો છે
ક્ષત્રિય સમાજના અગ્રણીઓની શું માંગ છે?
ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ માંગ કરી છે કે, રાજકોટથી પરશોતમ રૂપાલાને બદલવામાં આવે તેમજ ભાજપ અને સંઘ સાથે અમે વૈચારિક રીતે જોડાયેલા છીએ. રૂપાલા જેવા રાજકારણીએ નિવેદન આપતા પહેલા ઈતિહાસ તપાસવો જોઈએ. તેમણે કહ્યું છે કે, પ્રધાનમંત્રી પણ ક્ષત્રિયોની ખુમારીના વખાણ કરી ચુક્યા છે. ક્ષત્રિય સમાજ હિંદુ ધર્મનું હંમેશા રક્ષણ કરતો આવ્યો છે. નાયકા દેવીએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો એ ન ભૂલવું જોઈએ. PM કહી ચુક્યા છે કે અકબર સામે ક્ષત્રિયો ન લડ્યા હોત તો સૌરાષ્ટ્ર પાકિસ્તાનમાં હોત. રાજકારણમાં જડતા ક્યારેય ચાલતી નથી.અત્યારે પક્ષે જડતા છોડીને રૂપાલાની ટિકિટ રદ કરવી જોઈએ અથવા ક્ષત્રિય સમાજની વોટબેંક હાથમાંથી જતી રહેશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.