ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં નેહરુનગર પાસે કાર ચાલકે ટુ વ્હીલરને મારી ટક્કર, બે યુવાનોના મોત
Last Updated: 11:38 AM, 11 August 2025
ADVERTISEMENT
અમદાવાદ શહેરમાં ફરી એકવાર વધુ રફ્તારનો કહેર સામે આવ્યો છે. નહેરુનગર વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે રવિવારે રાત્રે થયેલા એક ભીષણ અકસ્માતમાં બે યુવકોનાં કરૂણ મોત નીપજ્યાં છે.
ADVERTISEMENT
માહિતી મુજબ 22 વર્ષના અકરમ કુરેશી અને 35 વર્ષના અશફાક અજમેરી, બંને જમાલપુરના રહેવાસી હતા અને એક્ટિવા પર સવાર થઈને નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યાં હતાં. દરમિયાન રસ્તા પર આવતા GJ27DM9702 નંબરની એક કારના ચાલકે ઝડપે કાબૂ ગુમાવતાં બંને યુવકોને જોરદાર ટક્કર મારી હતી.

ADVERTISEMENT
એક્ટિવા સીધી જ બીઆરટીએસના રેલિંગમાં ઘુસી ગઈ
બન્ને મિત્ર અશફાક અજમેરી (ઉં.વ. 22, રહે. જમાલપુર) અને તેના મિત્ર અક્રમ કુરેશી (ઉં.વ. 35, રહે. જમાલપુર) એક્ટિવા (GJ01PX9355) પર નહેરુનગરથી શિવરંજની તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન, રાતના લગભગ 1:30 વાગ્યે તેઓ મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક બ્રેઝા (GJ27DM9702) કારએ તેમને જોરદાર ટક્કર મારી. આ ઘટનામાં એક્ટિવા સીધી જ બીઆરટીએસના રેલિંગમાં ઘુસી ગઈ હતી.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ નર્મદા નદીમાં સેલ્ફી લેવી યુવકોને પડ્યું ભારે, અચાનક પાણી વધતાં ફસાયો
બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા
ADVERTISEMENT
ટક્કરના પરિણામે અક્રમ કુરેશીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘાયલ અશફાક અજમેરીને તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે સવારે 5:20 વાગ્યે તેમને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો