બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ahmedabad bhupendrasinh chudasama gujarat school reopen
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાના કેસ હવે નહીંવત રહ્યા છે અને જનજીવન ધીમે-ધીમે રાબેતા મુજબ થઈ રહ્યું છે. તો શાળા-કોલેજને ખોલવાની પણ રાજ્ય સરકાર દ્વારા ધીમે-ધીમે મંજૂરી આપવામાં આવી રહી છે. ત્યારે પ્રાથમિક શાળાઓ રાજ્યમાં ફરી ધબકતી થવાને લઈને રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મહત્વનું નિવેદન આપ્યું છે.
ADVERTISEMENT
9 ઓગસ્ટ બાદ લેવાશે નિર્ણય
અમદાવાદમાં આયોજીત એક કાર્યક્રમમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 9 ઓગસ્ટ પછી શાળા ખોલવા મુદ્દે નિર્ણય લેવાશે. તો આ સાથે જ એવું પણ જણાવ્યું કે, આગામી સમયમાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં ધોરણ 6 થી 8 શાળાઓ ખોલવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ જાહેરાત કરવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
જો વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના નવા 7 કેસ નોંધાયા છે. જો કે કોરોનાને કારણે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જ્યારે 7 દર્દી સાજા થતાં રજા આપવામાં આવી હતી. રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.75 ટકા થયો છે.
ADVERTISEMENT

1 ફેબ્રુઆરીથી રાજ્યમાં શરૂ કરવામાં આવ્યા છે ટયુશન કલાસીસ અને ધોરણ 9થી 11ના વર્ગ
ADVERTISEMENT
ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 અને 11 વર્ગો શરુ કરવાને લઇને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 અને 11ના વર્ગો શરુ કરવાને લઇને મહત્વનો નિર્ણય લેવાયો છે ત્યારે શાળામાં વિદ્યાર્થીઓની હાજરી માટે વાલીઓની સમહતી જરુરી છે.
આ સાથે 1 ફેબ્રુઆરીથી ટયુશન કલાસીસ પણ શરુ કરવાનો સરકારે નિર્ણય લીધો છે. જો કે 8 જાન્યુઆરીએ શિક્ષણવિભાગે જાહેર કરેલી SOPનું પાલન ફરજિયાત કરવું પડશે. સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇન મુજબ ટયુશન કલાસીસ શરુ કરવા મંજૂરી આપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.