બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Politics / After Surat, will Rahul Gandhi be punished in the Delhi case?

સંભાવના / સુરત બાદ હવે દિલ્હીવાળા કેસમાં થશે રાહુલ ગાંધીને સજા? જાણો કયા મામલે થયો છે કેસ

Priyakant

Last Updated: 11:16 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rahul Gandhi Case Update News: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકાર્યા બાદ હવે દિલ્હીના એક કેસમાં પણ......

  • સુરત બાદ હવે દિલ્હી કેસમાં પણ રાહુલની મુશ્કેલી વધી શકે 
  • દલિત સગીરાની હત્યા અને બળાત્કારની ઘટના બાદ રાહુલે કર્યું હતું ટ્વિટ 
  • રાહુલ ગાંધીના ટ્વિટમાં જોવા મળ્યા હતા પીડિતના માતા-પિતા 
  • ભાજપે લગાવ્યો હતો પીડિતાની ઓળખ જાહેર ન કરીને કાયદો તોડવાનો આરોપ
  • આ કેસમાં આગામી સુનાવણી 23 નવેમ્બરે થશે 

મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે સજા ફટકારી હતી તે તો સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે જાણો છો અન્ય એક કેસમાં પણ હવે રાહુલ ગાંધીને કદાચ સજા મળી શકે છે. આ કેસ શું છે તે વિશે આજે અમે તમને જણાવીશું. દિલ્હીમાં જૂના નાંગલમાં 9 વર્ષની દલિત છોકરી પર કેટલાક લોકોએ બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી અને પુરાવા છુપાવવા માટે તેના મૃતદેહને સળગાવી દીધો હોવાના આક્ષેપ થાય હતા. જે બાદમાં રાહુલ ગાંધી પણ આ પીડીત પરિવારને મળવા પહોંચ્યા હતા. જોકે તેમણે મુલાકાતનો એક ફોટો ટ્વિટર પર મૂક્યો અને પછી ભાજપે પીડિતાની ઓળખ જાહેર ન કરીને કાયદો તોડવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં એફઆઈઆર નોંધવા માટે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરાઇ હતી. 

શું છે સમગ્ર મામલો ? 
1 ઓગસ્ટ 2021ના ​​રોજ દિલ્હીના જૂના નાંગલમાં 9 વર્ષની દલિત છોકરીના  માતાપિતાને જાણ કરવામાં આવી હતી કે, તેમની પુત્રીનું મૃત્યુ વીજ કરંટથી થયું હતું અને તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. માતા-પિતાના કહેવા પ્રમાણે આ ખોટું હતું અને કેટલાક લોકોએ બાળકી પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી અને પુરાવા છુપાવવા માટે તેના મૃતદેહને સળગાવી દીધો હતો અને તેને અંતિમ સંસ્કાર હોવાનું જણાવ્યું હતું. માતા-પિતાની ફરિયાદના આધારે આ મામલામાં સગીરાની હત્યા અને બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. પૂજારી સહિત ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. સ્થાનિક લોકોએ પ્રદર્શન પણ કર્યું હતું, જેના પછી આ સમાચાર દેશભરમાં ફેલાઈ ગયા હતા. રાહુલ ગાંધી પણ પીડિત પરિવારને મળવા પહોંચ્યા હતા. આ પછી રાહુલે કરેલા ટ્વીટમાં પીડિતાના માતા-પિતા જોવા મળ્યા હતા. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું.... 
ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ પર આ કેસમાં પીડિતાની ઓળખ જાહેર ન કરીને કાયદો તોડવાનો આરોપ લગાવ્યો હતો. વિનીત જિંદાલ નામના વકીલે રાહુલ વિરુદ્ધ દિલ્હી પોલીસને ફરિયાદ કરી હતી. અને મકરંદ સુરેશ મ્હાડલેકર નામના સામાજિક કાર્યકર્તાએ રાહુલ વિરુદ્ધ એફઆઈઆર નોંધવા માટે દિલ્હી હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી.આ બધું થયું ત્યાં સુધી NCPCR એ સુઓ મોટો સંજ્ઞાન લીધું. ટ્વિટર અને ફેસબુક સહિત અન્ય સોશિયલ મીડિયા સાઇટ્સને નોટિસ જાહેર કરી છે. અને આ તસવીર હટાવી દીધી.

રાહુલ ગાંધી પર શું છે આરોપ?
5 ઓક્ટોબર, 2021ના રોજ, દિલ્હી હાઈકોર્ટના તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ ડીએન પટેલની ખંડપીઠે આ અરજી પર ટ્વિટરને નોટિસ જારી કરી હતી. આ મામલે હવે NCPCRનું એફિડેવિટ આવી ગયું છે. આમાં કમિશને કહ્યું કે, રાહુલ ગાંધીએ સગીર પીડિત છોકરીના માતા-પિતા સાથેની તેમની મુલાકાતનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો, જેનાથી સગીર છોકરીની ઓળખ છતી થઈ. તેમનું ટ્વીટ જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015નું ઉલ્લંઘન કરે છે. આ અધિનિયમ હેઠળ પીડિતાના પરિવાર સાથે સંબંધિત એવી કોઈપણ માહિતી જેના દ્વારા સગીર પીડિતાને ઓળખી શકાય, કોઈપણ માધ્યમથી બહાર ન આવવી જોઈએ. 

File Photo 

NCPCRએ વધુમાં જણાવ્યું હતું કે, આ ઘટનાથી સંબંધિત ફરિયાદ મળ્યા બાદ તેણે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા "ગંભીર અપરાધ" ને ધ્યાનમાં રાખીને પોસ્ટ હટાવવા માટે દિલ્હી પોલીસ અને ટ્વિટરને લખ્યું હતું. ટ્વિટરે નોટિસ પર ભારતમાં પોસ્ટને બ્લોક કરી છે, પરંતુ આ ટ્વિટ ભારતની બહાર જોઈ શકાય છે. પંચે આને POCSO અને JJ એક્ટનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે. સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માએ આ કેસ સાથે સંકળાયેલા લોકો પાસેથી 8 અઠવાડિયામાં સોગંદનામું માંગ્યું છે. આગામી સુનાવણી 23 નવેમ્બરે થશે.

ટ્વિટરની સમસ્યાઓ પણ વધી શકે છે
આ કેસમાં કોર્ટમાં આપેલા પોતાના જવાબમાં ટ્વિટરે કહ્યું કે, રાહુલ ગાંધીએ પીડિતાના માતા-પિતાની પરવાનગી લીધા બાદ આ તસવીર ટ્વીટ કરી હતી. અને ટ્વિટરે ભારતીય કાયદાનું પાલન કરીને ટ્વીટ હટાવી દીધી છે. પરંતુ તે વિશ્વના બાકીના દેશોમાં આ કરી શકતા નથી, કારણ કે અધિકારક્ષેત્રો અલગ છે. પરંતુ NCPCRનું કહેવું છે કે, ટ્વિટ હજુ પણ વિશ્વના અન્ય દેશોમાં જોઈ શકાય છે, ટ્વિટર હજુ પણ ઓળખ જાહેર ન કરવા અંગેના ભારતીય કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આનો અર્થ એ છે, ટ્વિટરની સમસ્યાઓ પણ વધી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ