બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / After Shinde Uddhav Thackerays Warning to Rahul Gandhi says Savarkar is Our God

મોટું નિવેદન / ...તો ગઠબંધનમાં પડશે મોટી તિરાડ, સાવરકર અમારા ભગવાન, શિંદે બાદ ઉદ્ધવ ઠાકરેની રાહુલ ગાંધીને ચેતવણી

Published By: Arohi

Last Updated: 02:23 PM, 27 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. માલેગામમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે મોદીની સાથે લડાઈમાં અમે સાથે છીએ પરંતુ વીર સાવરકર પર કોઈ પણ પ્રકારનો પ્રહાર સહન કરવામાં નહીં આવે.

  • સાવરકર પર પ્રહાર સહન નહીં કરે ઉદ્ધવ 
  • ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી પર સાધ્યુ નિશાન 
  • વીર સાવરકર પર કરી હતી વિવાદિત ટિપ્પણી 

મહારાષ્ટ્રના ઉત્તરી ભાગમાં આવેલા નાસિકના માલેગામમાં ઉદ્ધવ ઠાકરેએ એક મોટી જનસભાને રવિવારે સાંજે સંબોધિત કરી હતી. તે સમયે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે, બીજેપી અને મહાવિકાસ અઘાડીમાં સહયોગી પક્ષ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું. 

વીર સાવરકર વિરૂદ્ધ એક શબ્દ નહીં ચાલે 
રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે મોદી વિરૂદ્ધ લડાઈમાં અમે તમારી સાથે છીએ પરંતુ વીર સાવરકરના વિરૂદ્ધ એક શબ્દ પણ નહીં ચલાવી લેવામાં આવે. 

મુસ્લિમ બહુમતી વાળા માલેગામમાં ઉદ્ધવ ઠાકરેનું આ પ્રકારે હિંદુત્વ માટે હુંકાર ભરવું અને રાહુલ પર પ્રહાર કરવા અને શિંદે ગ્રુપના નેતાઓની તરફથી ઉદ્ધવ ઠાકરે પર રાહુલ ગાંધીના સાવરકર વાળા નિવેદન બાદ પ્રહાર કરવામાં આવી રહ્યો હતો. આવો જાણીએ કે કેમ વીર સાવરકર મહારાષ્ટ્રની રાજનીતિમાં રાજનૈતિક પક્ષ માટે એક કમજોર નસ છે. 

મહારાષ્ટ્રમાં સાવરકરને હિંદુત્વનું પ્રતીક માનવામાં આવે છે 
એક રાજનૈતિક એક્સપર્ટે જણાવ્યા અનુસાર, હાલના સમયમાં સાવરકર આપણી વચ્ચે નથી. માટે આજના સમયમાં તેમના ટારગેટ રપવાથી રાહુલ ગાંધીને ફાયદો નથી થવાનો. રાહુલ ગાંધી દ્વારા સાવરકરને વારંવાર ટાર્ગેટ કરવું યોગ્ય નથી. 

જો તેમણે મોદીને ટારગેર્ટ કરવું છે તો તેમને સીધુ મોદી પર પ્રહાર કરવો જોઈએ. તે ઉપરાંત જો રાહુલ ગાંધી આરએસએસને નિશાન બનાવવા માંગે છે તો સાવરકાર અને આરએસએસનો એક બીજા સાથે કોઈ સંબંધ ન હતો. 

સાવરકર ક્યારેય પણ આરએસએસનો ભાગ ન હતા. એ વાત સાચી છે કે તે હિંદુત્વની વિચારધારા વાળા વ્યક્તિ હતા તેને પ્રોત્સાહન આપનાર શખ્સ હતા. કારણ વગર સાવરકરને વચ્ચે લઈને આવવાથી રાહુલ ગાંધી મજબૂત થવાની જગ્યા પર કમજોર થશે. 

'ગાંધી માફી નથી માંગતા' સવાલ પર કહી આ વાત 
'ગાંધી માફી નથી માંગતા' આ સવાલ પર માનેએ કહ્યું કે આ વાત આજના સમયમાં પ્રાસંગિત નથી. મહાત્મા ગાંધી પણ ભારત જોડો આંજોલનમાંથી પાછળ ખસ્યા હતા. એવી ઘણી તક હતી કે જ્યારે મહાત્મા ગાંધીએ પણ આવું પગલું ભર્યું હતું. આ કારણે કોંગ્રેસના ઘણા નેતા નારાજ પણ થયા હતા. 

માટે ઈતિહાસને યાદ કરવાનો કોઈ મતલબ નથી. યોગ્ય રહેશે કે પીએમ મોદી અને તેમની પાલિસી પર સવાલ ઉઠાવીને આગળ વધો. સાવરકરના મુદ્દા પર બીજેપી હોય કે શિવસેના કોઈ પણ ચુપ નથી બેસી શકતું કારણ કે તેની રાજનીતિનો એક મહત્વનો ભાગ હિંદુત્વ છે અને મહારાષ્ટ્રમાં સાવરકરને હિંદુત્વનું પ્રતીક માનવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BJP God  Savarkar Shivsena Uddhav Thackeray congress rahul gandhi Uddhav Thackeray

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ