બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / after joining jnu the ministry of skill development dropped deepika padukones skill india promotion video to be released on wednesday
ADVERTISEMENT
કેટલાક લોકોએ તેમની ફિલ્મ 'છપાક' નો બહિષ્કાર કરી રહ્યા છે તો કેટલાકે દીપિકાના જેએનયુ (JNU) મુલાકાતને 'પબ્લિસિટી સ્ટન્ટ' બતાવ્યો છે. આ તમામની વચ્ચે કૌશલ્ય વિકાસ મંત્રાલય (Ministry of Skill Development) એ દીપિકા પાદુકોણનો સ્કિલ ઇન્ડિયા પ્રોમોશન વીડિયોને ડ્રૉપ કરી દીધો છે.
આ વીડિયો બુધવારે (8 જાન્યુઆરી)એ જાહેર થવાનો હતો. આ વીડિયોમાં દીપિકા પાદુકોણ એસિડ અટેક અને સ્કિલ ઇન્ડિયાના મુદ્દા પર ચર્ચા કરી છે. 'ધ પ્રિન્ટ' માં છપાયેલા એક સમાચાર મુજબ, મંત્રાલયના એક સીનિયર અધિકારીએ આ વિશે જાણકારી આપી છે. અધિકારીએ કહ્યું છે કે, સ્કિલ ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે દીપિકા પાદુકોણનો પ્રોમોશનલ વીડિયો બુધવારે રિલીઝ કરવાનો હતો.
ADVERTISEMENT
વીડિયોને મંત્રાલયની ઓફિસ શ્રમ શક્તિ ભવનમાં સર્કુલેટ કરવામાં આવી ચૂક્યો હતો પરંતુ ગુરુવારે જે ઘટનાક્રમ સામે આવ્યો તેની બાદ વીડિયોને હાલ ડ્રૉપ કરી દેવામાં આવ્યો છે. સરકાર વીડિયોનું મુલ્યાંકન કરી રહી છે. 45 સેકન્ડના આ વીડિયોમાં બોલીવુડ એક્ટ્રેસ સ્કિલ ઇન્ડિયા પર તમામ નાગરિકોને એકસમાન તક આપવાની વાત કહેતી નજરે પડી શકે છે.
તેના બાદ દીપિકા પાદુકોણ આ વીડિયોમાં પોતાની ફિલ્મ 'છપાક' નો ઉલ્લેખ પણ કરતી નજરે પડશે. છપાક એક એસિડ અટેક પીડિતાની સ્ટોરી છે જેમા એક સત્ય ઘટનાને દર્શાવામાં આવી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.