બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / After Iran attacked Baluchistan, Pak recalls pak ambassadors from iran

વિશ્વ / ઈરાન દ્વારા મિસાઇલથી હુમલા બાદ પાકિસ્તાનમાં હડકંપ, તાત્કાલિક લીધો મોટો નિર્ણય, ચીન પણ વચ્ચે પડ્યું

Vaidehi

Last Updated: 05:50 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનની મિસાઈલોનાં હુમલા બાદથી પાકિસ્તાન રોષે ભરાયું છે. તેમના અનુસાર તેઓ ઈરાન સામે હવે કોઈપણ એક્શન લઈ શકે છે. પાકિસ્તાને તેહરાનમાં તૈનાત પોતાના રાજદૂતોને પાછા બોલાવી લેવાનો નિર્ણય કર્યો છે.

  • ઈરાને પાકિસ્તાનનાં બલૂચિસ્તાન પર એર સ્ટ્રાઈક કરી
  • રોષે ભરાયેલા પાકિસ્તાને ઈરાનમાંથી પોતાના રાજદૂતોને પાછા બોલાવ્યાં
  • કહ્યું કે હુમલાને લીધે દેશનાં કેટલાક નિર્દોષ લોકો ઘાયલ થયાં છે

પાકિસ્તાનનાં બલૂચિસ્તાનમાં ઈરાન દ્વારા કરવામાં આવેલ મિસાઈલ હુમલાઓએ બંને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ બનાવી દીધી છે. હવે પાકિસ્તાને મોટો નિર્ણય કરતાં ઈરાનથી પોતાના રાજદૂતોને પાછા બોલાવી લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાને કહ્યું કે આ હુમલો કરીને ઈરાને તેની સંપ્રભુતાને ઠેસ પહોંચાડી છે. પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનનાં હુમલામાં દેશનાં 2 નિર્દોષ બાળકો મૃત્યુ પામ્યાં છે અને ત્રણ બાળકીઓ ઘાયલ થઈ ગઈ છે. તો બીજી તરફ ઈરાનનો દાવો છે કે તેમણે આતંકી સંગઠન જૈશ-અલ-અદલનાં વિસ્તારો પર એરસ્ટ્રાઈક કરી હતી. જેમાં તેમના રહેણાંક જ ધ્વંસ થયાં છે. 

પંજગુર કસ્બાની આસપાસ સ્ટ્રાઈક
ઈરાનની સરકારે મીડિયાને કહ્યું કે તેમણે બલૂચિસ્તાનનાં પંજગુર કસ્બાની આસપાસ સ્ટ્રાઈક કરી હતી. ઈરાની ન્યૂઝ એજન્સી તસનીમે પોતાની રિપોર્ટમાં કહ્યું કે- જૈશ અલ-અદલનાં 2 સ્થળો પર હુમલો કરવામાં આવ્યો છે જેનું સંચાલન પાકિસ્તાનમાં થઈ રહ્યું હતું. અમે ડ્રોન અને મિસાઈલનાં આ હુમલા દ્વારા મોટું નુક્સાન પહોંચાડ્યું છે. જ્યારે પાકિસ્તાનની સ્થાનીક મીડિયા બોલી રહી છે કે બલૂચિસ્તાનની એક મસ્જિદ ટાર્ગેટ પર આવી હતી. તેને પણ હુમલામાં નુક્સાન પહોંચ્યું છે અને ઘણાં લોકો ઘાયલ થયાં છે.

અટેકની થોડીવાર પહેલા જ કરી હતી મુલાકાત
રિપોર્ટ અનુસાર ઈરાન દ્વારા કરવામાં આવેલા આ હુમલાથી થોડીવાર પહેલાં જ પાકનાં કાર્યવાહક PM અનવારુલ હક કરાર અને ઈરાનનાં વિદેશમંત્રી હુસૈન આમિર અબ્દુલ્લાહિયાન વર્લ્ડ ઈકોનોમિક ફોરમની નજીક સ્વિરઝરલેન્ડમાં મળ્યાં હતાં. ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનાં આ તણાવમાં ચીન કૂદી પડ્યું. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે 'અમે બંને પક્ષોને શાંતિની અપીલ કરીએ છીએ. દેશની શાંતિ અને સ્થિરતાને નુક્સાન પહોંચે તેવી કોઈ પણ કાર્યવાહી ન કરવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે તેમની આ મુલાકાત બાદ પાકિસ્તાન પર ઈરાન દ્વારા સ્ટ્રાઈક કરવામાં આવી.

વધુ વાંચો: અમેરિકામાં મૂળ ભારતીય નેતા બનશે વાઇસ પ્રેસિડેન્ટ? ટ્રમ્પે કર્યા વિવેક રામાસ્વામીના વખાણ, જુઓ શું કહ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ