બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / A native Indian leader will become the Vice President in America? Trump praised Vivek Ramaswamy, see what he said

US President Election / અમેરિકામાં મૂળ ભારતીય નેતા બનશે વાઇસ પ્રેસિડેન્ટ? ટ્રમ્પે કર્યા વિવેક રામાસ્વામીના વખાણ, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 11:51 AM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રિપબ્લિકન નેતાઓની રેસમાં આગળ ચાલી રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે વિવેક રામાસ્વામીનું સમર્થન મળવા પર ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે 'વિવેક તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા છે.'

  • અમેરિકામાં આ વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે.
  • ટ્રમ્પે વિવેક રામાસ્વામીનું સમર્થન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. 
  • શક્ય છે કે વિવેક રામાસ્વામી વાઈસ પ્રેસિડેન્ટ પણ બની શકે છે. 

અમેરિકામાં આ વર્ષે 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન અમેરિકાના ન્યૂ હેમ્પશાયર રાજ્યમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. રિપબ્લિકન નેતાઓની રેસમાં આગળ ચાલી રહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય મૂળના રિપબ્લિકન નેતા વિવેક રામાસ્વામીનું સમર્થન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'રામાસ્વામીનું સમર્થન દર્શાવે છે કે તેઓ તેમની સાથે લાંબા સમય સુધી કામ કરવા જઈ રહ્યા છે.' રસપ્રદ વાત એ છે કે ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વે મુજબ ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ ચૂંટણીમાં તેમના પ્રતિસ્પર્ધી અને ડેમોક્રેટ ઉમેદવાર બાયડન પર લીડ લઈ શકે છે. જો આવું થયું તો શક્ય છે કે વિવેક રામાસ્વામી વાઈસ પ્રેસિડેન્ટ પણ બની શકે છે. 

વાત એમ છે કે વિવેક રામાસ્વામી મંગળવારે યુએસ પ્રમુખપદની રેસમાંથી બહાર નીકળી ગયા હતા. એ બાદ એમને ન્યૂ હેમ્પશાયરમાં રિપબ્લિકન ઉમેદવાર અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સ્ટેજ શેર કર્યું ત્યારે "વીપી, વીપી (વાઈસ પ્રેસિડેન્ટ)" ના નારાઓ સાથે ભીડ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સાથે જ એમણે ટ્રમ્પને સમર્થન આપતું ભાષણ પણ આપ્યું હતું. આ બાદ ટ્રમ્પે તેમની પ્રશંસા કરતા કહ્યું, "તેઓ લાંબા સમય સુધી અમારી સાથે કામ કરશે."

વધુ વાંચો: યમનના હુતી વિદ્રોહીઓના અડ્ડા પર USનો હુમલો, તો પાકિસ્તાનમાં ઈરાનની એર સ્ટ્રાઈક, જાણો વિશ્વમાં કેમ ફરી અશાંતિ?

રામાસ્વામીનું સમર્થન સન્માનની વાત છે
નોંધનીય છે કે અમેરિકામાં ચાર તબક્કામાં યોજાનારી ચૂંટણીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આયોવા કોકસના ચૂંટણી પરિણામો આવી ગયા છે. આમાં પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટી જીત મળવાના સમાચાર છે. વિજય બાદ ન્યૂ હેમ્પશાયરના એટકિન્સનમાં રેલી કરવા આવેલા ટ્રમ્પ રામાસ્વામીને મળ્યા હતા અને તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ભારતીય-અમેરિકન નેતાનો આભાર માનતા ટ્રમ્પે કહ્યું કે, ભારતીય નેતાનું સમર્થન મેળવવું તેમના માટે સન્માનની વાત છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ