બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / After foreign minister China's defense minister li Shangfu is missing from last 2 weeks

વિશ્વ / ચીનના વિદેશ મંત્રી બાદ રક્ષામંત્રી 14 દિવસથી ક્યાં થયા છૂમંતર? મચ્યો હડકંપ, અફવાઓનું બજાર ગરમ

Vaidehi

Last Updated: 05:22 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનનાં વિદેશમંત્રી બાદ ડિફેન્સ મિનિસ્ટર લી શાંગફૂ પણ 2 અઠવાડિયાથી ગાયબ છે. ઈન્ટરનેટ પર અનેક આશંકાઓ વ્યક્ત થઈ રહી છે.

  • ચીનનાં વિદેશમંત્રી બાદ રક્ષામંત્રી પણ ગાયબ
  • લી શાંગફૂ 2 અઠવાડિયાથી દેખાયા નથી
  • તેમની અનુપસ્થિતિને લઈને રહેમ એમાનુએલે કરી ટિપ્પણી

ચીન પોતાના મંત્રીઓ ગાયબ થયા હોવાનો દાવો કરી રહ્યું છે. ચીનનાં વધુ એક અધિકારી ગાયબ થયા હોવાની માહિતી ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. ચીનનાં રક્ષામંત્રી લી શાંગફૂ આશરે 2 અઠવાડિયાથી ગાયબ છે. કોઈને નથી ખબર કે તેઓ ક્યાં છે. 

હવે તેમની અનુપસ્થિતિને લઈને અનેક અફવાઓ ફેલાઈ રહી છે.જેની વચ્ચે જાપાનમાં સંયુક્ત રાજ્ય અમેરિકાનાં રાજદૂત રહેમ એમાનુએલે ગત શુક્રવારે ટ્વિટર પર ટિપ્પણી કરી હતી. તેમણે લખ્યું કે,' પહેલાં વિદેશમંત્રી કીન ગેંગ ગુમ થયાં પછી રોકેટ ફોર્સ કમાન્ડર્સ ગુમ થયાં અને હવે ડિફેન્સ મિનિસ્ટર લી શાંગફૂ છેલ્લાં 2 અઠવાડિયાથી દેખાયા નથી.'

29 ઑગસ્ટનાં છેલ્લી વખત દેખાયા હતાં
રિપોર્ટ અનુસાર ચીની રક્ષામંત્રી છેલ્લે 29 ઑગસ્ટ 2023નાં જોવા મળ્યાં હતાં. તે સમયે તેમણે બેજિંગમાં થયેલ ચીન-આફ્રીકા પીસ એન્ડ સિક્યોરિટી ફોરમ બેઠકમાં ભાગ લીધો હતો. આ બાદથી ચીની રક્ષામંત્રી સાર્વજનિકરૂપે નજર આવ્યાં નથી.

કોણ છે લી શાંગફૂ?
લી શાંગફૂ આ વર્ષનાં માર્ચમાં જ ચીનનાં રક્ષામંત્રી બન્યાં છે. તેમણે ગયાવર્ષે ઓક્ટોબરમાં જ કમ્યુનિસ્ટ પાર્ટીની કોંગ્રેસમાં કેન્દ્રીય સૈન્ય આયોગમાંથી રાજીનામું આપ્યું હતું. લી એક સૈન્ય પરિવારમાંથી આવે છે. લીનાં પિતા લી શાઓજૂ રેડ આર્મીમાં રહી ચૂક્યાં છે જેમણે 1930 અને 1940નાં દશકનાં અંતમાં જાપાની વિરોધી યુદ્ધમાં લડાઈ લડી હતી. તેઓ ગૃહયુદ્ધ, કોરિયાઈ યુદ્ધ દરમિયાન લૉજિસ્ટિક રેલ્વેનાં પુનર્નિમાણની ભૂમિકા માટે જાણીતા છે.

વિદેશમંત્રી પણ થઈ ગયાં છે ગાયબ
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ચીનનાં વિદેશમંત્રીનાં પણ ગાયબ થવાની માહિતી સામે આવી હતી. હજુ સુધી લોકોએ તેમને સાર્વજનિક રીતે જોયા નથી. કિન ગાંગને બાદ શી જિનપિંગે રોકેટ ફોર્સનાં જનરલ લી યૂચાઓ અને જનરલ લિયૂ ગુઆંગબિનને પણ બરખાસ્ત કરી દીધાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ