બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / After creating a history in bollywood, Jawan earned more than 20 crore on sixth day

બોલિવૂડ / શાહરુખ ખાનની જવાને છઠ્ઠા દિવસે કરી તોતિંગ કમાણી, કલેક્શન આંકડો ધાર્યા બહાર, દબદબો કાયમ

Vaidehi

Last Updated: 06:01 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જવાન ફિલ્મ બોક્સ ઓફિસ પર પોતાનો રેકોર્ડ બનાવી રહી છે. ગઈકાલે શાહરૂખ- દિપીકાની Jawan ફિલ્મનું કલેક્શન 32.92 કરોડ હતું . જ્યારે આજે છઠ્ઠાં દિવસનાં આંકડાઓ પણ સામે આવી ગયાં છે.

  • જવાન ફિલ્મ સિનેમાઘરોમાં છવાઈ ગઈ
  • વિકેન્ડ પર બોલિવુડજગતમાં ઈતિહાસ રચ્યો
  • વર્કિંગ ડેનાં દિવસે પણ કરોડોની કમાણી

Jawan Box Office Collection Day 6: શાહરૂખ ખાનની ફિલ્મ જવાનનો દબદબો કાયમ છે અને મૂવીને દર્શકોનો ભરપૂર પ્રેમ પણ મળી રહ્યો છે. ફિલ્મ દરરોજ નવો રેકોર્ડ બનાવી રહી છે.  4 દિવસની અંદર જવાને વર્લ્ડવાઈડ 500 કરોડથી વધારેનું કલેક્શન કરી લીધું ત્યારે ફિલ્મે ભારતમાં પણ 300 કરોડથી વધારે કમાણી કરી લીધી છે.

આજે એટલે કે 6ઠ્ઠાં દિવસે કેટલી કમાણી?
જવાને પહેલા દિવસે 75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી જ્યારે બીજા દિવસે 53.23 કરોડ બોક્સ ઓફિસમાં જમા થયાં હતાં. ફિલ્મે પોતાની રિલીઝનાં ત્રીજા દિવસે 77.83 તો ચોથાં દિવસે 80.01 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો હતો. વર્કિંગ ડે હોવાને લીધે સોમવારે ફિલ્મે 32.92 કરોડનો બિઝનેસ કર્યો. આજે છઠ્ઠાં દિવસે જવાન ફિલ્મે 28.50 કરોડ રૂપિયાની કમાણી કરી છે.

બોલિવુડનાં ઈતિહાસમાં બનાવ્યો રેકોર્ડ
શાહરૂખ ખાનની ફિલ્મ જવાને બોક્સ ઓફિસ પર ચોંકાવનારો રેકોર્ડ બનાવ્યો છે. આ બોલિવુડનાં ઈતિહાસમાં એવી પહેલી ફિલ્મ છે જેણે વિકેન્ડ પર એક દિવસમાં 80.01 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ અમેરિકામાં પણ છવાઈ ગઈ છે અને વીકેંડમાં સૌથી વધુ કમાણી કરનારી 5 ફિલ્મોની લિસ્ટમાં પણ શામેલ થઈ ગઈ છે. શાહરૂખની ફિલ્મ જવાન આ લિસ્ટમાં ચોથાં ક્રમ પર છે.

ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાની કમાણી કરી 
જવાન ફિલ્મે ચાર દિવસમાં વર્લ્ડવાઈડ 500 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આ ફિલ્મના નામે એક રેકોર્ડ નોંધાઈ ગયો છે. જવાન આટલા ઓછા સમયમાં 500 કરોડના ક્લબમાં સામેલ થનારી પહેલી ફિલ્મ બની છે. જવાનના નામે માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ દુનિયાભરમાં ઘણા રેકોર્ડ્સ બન્યા છે. ફિલ્મ રિલીઝ થયા બાદથી દેશભરમાં ઉજવણીનો માહોલ છે. લોકોમાં આ ફિલ્મનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

ફિલ્મની સ્ટારકાસ્ટ
જવાનના કલાકારોની વાત કરીએ તો આ ફિલ્મમાં વિજય સેતુપતિ, નયનથારા, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, સુનીલ ગ્રોવર પણ છે. તેમાં દીપિકા પાદુકોણનો પણ ખાસ રોલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ