બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / after covid 19 bollywood films has earned more than 9 thousand crores worldwide in 2023

ફિલ્મજગત / કોરોના બાદ બૉલીવુડમાં બલ્લે બલ્લે, 9 મહિનામાં જ આટલા કરોડની છપ્પરફાડ કમાણી, પઠાન બાદ જવાને મચાવ્યું 'ગદર'

Vaidehi

Last Updated: 06:14 PM, 30 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના મહામારી બાદ 2023માં બોલિવૂડે ધમાકેદાર વાપસી કરી છે. આ વર્ષે પઠાણ, જવાન, ગદર 2 જેવી અનેક ફિલ્મોએ લોકોનું દિલ જીતી લીધું છે.

  • કોરોના મહામારી બાદ બોલિવૂડની આ વર્ષે વાપસી
  • છેલ્લાં 2-3 વર્ષોમાં ખાસ કમાણી ન કરી શકી બોલિવૂડની ફિલ્મો
  • 2023માં જ કરી લીધી 9 હજાર કરોડની કમાણી

વૈશ્વિક મહામારી કોવિડ 19 આવ્યાં બાદ સિનેમાઘરો અને થિયેટર્સ બંધ થઈ ગયાં હતાં. વર્ષ 2020-21માં બોલિવૂડ સહિત સમગ્ર સિનેમાજગત નિરાશાજન્ય થઈ ગયું હતું. કોરોનાનાં સમયે ઘણી મોટી ફિલ્મો રિલીઝ થવાની હતી પણ મહામારીનાં કારણે તેની તારીખો આગળ વધારવી પડી. આ 2-3 વર્ષોમાં બોલિવૂડની કેટલીક ફિલ્મો લોકોનું દિલ ન જીતી શકી પણ 2023માં બોલિવૂડની અનેક સારી ફિલ્મોએ રિકવરી કરી છે.

9 હજાર કરોડથી વધારેની કમાણી
શાહરૂખ ખાને પઠાણ બનાવીને 2023ની શરૂઆત કરી અને રેકોર્ડ બ્રેક કરી દીધાં. પઠાણે 1050.30 કરોડની વૈશ્વિક કમાણી કરી હતી. આ બાદ રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ તૂ જૂઠી મૈં મક્કાર 100 કરોડનાં કલ્બમાં શામેલ થઈ. સની દેઓલની ફિલ્મ ગદ્દર 2એ ભારતમાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવ્યો અને વર્લ્ડવાઈડ 684.75 કરોડનું કલેક્શન કર્યું. હવે શાહરૂખ ખાનની જવાને દુનિયાભરમાં 1000 કરોડથી વધારેની કમાણી કરી લીધી છે. સપ્ટેમ્બર 2023 એટલે કે 9 મહિનામાં જ બોલિવૂડે રિકવરી કરી લીધી છે. અત્યાર સુધીમાં રિલીઝ થયેલ તમામ બોલિવૂડની ફિલ્મોની કુલ કમાણીનો આંકડો આશરે 9315 કરોડને પાર થયો છે.

2019માં રિલીઝ થઈ હતી મોટી ફિલ્મો
કોરોનાથી પહેલા વર્ષ 2019માં બોલિવૂડની ફિલ્મોનું કુલ બોક્સ ઓફિસ કલેક્શન આશરે 4200 કરોડ નેટ રહ્યું હતું. બોલિવૂડ માટે 2019 એટલો સારો વર્ષ નહોતો રહ્યો.  આ વર્ષે ઊરી, ભારત, કબીર સિંહ, સુપર-30, મિશન મંગલ, છિછોરે, ડ્રિમ ગર્લ, વૉર, ધ સ્કાય ઈઝ પિંક, દબંગ 3, ગુડ ન્યૂઝ વગેરે જેવી ફિલ્મો આવી હતી.

2022માં કોરોનાની અસર રહી
કોરોના બાદ વર્ષ 2022માં બોલિવૂડની ફિલ્મો રિલીઝ થઈ જેમાં કશ્મીર ફાઈલ્સ, કેજીએફ ચેપ્ટર 2, ભૂલ ભૂલૈયા અને બ્રહ્માસ્ત્ર જેવી ફિલ્મો આવી હતી. એ સમયે બોલિવૂડ ફિલ્મોનું ટોટલ કલેક્શન આશરે 1950 કરોડ રહ્યું હતું.

2023માં મચાવી ધૂમ
બોલિવૂડ જે ઝડપે આગળ વધી રહ્યું છે એ જોઈને જાણી શકાય છે કે આવનારા દિવસોમાં બોલિવૂડની ફિલ્મો મોટો ધમાકો કરવાની છે. આવનારા 3 મહિનાઓમાં શાહરૂખ, સલમાન અને રણબીર કપૂરની મોટી ફિલ્મો આવવાની છે. શાહરૂખની ડંકી, રણબીરની એનિમલ અને સલમાનની ટાઈગર 3 રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ