બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / afghanistan crisis resistance forces about 600 taliban killed in panjshir

Afghanistan Crisis / અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર બનાવે તે પહેલા યુદ્ધ જેવી પરિસ્થિતિ, પંજશીરમાં 600 લડાકૂઓ ઠાર થયા હોવાનો દાવો

Published By: Bhushita

Last Updated: 08:35 AM, 5 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજશીર એકમાત્ર વિસ્તાર છે જ્યાં તાલિબાને હજુ સુધી કબ્જો કર્યો નથી. એક વીડિયો મેસેજમાં અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું કે બંને પક્ષની વચ્ચે સતત લડાઈ ચાલી રહી છે.

  • અફઘાનિસ્તાનમાં વિરોધી જૂથનો દાવો
  • પંજશીરમાં લગભગ 600 તાલિબાની થયા ઢેર
  • પંજશીર એકમાત્ર વિસ્તાર છે જ્યાં તાલિબાને હજુ સુધી કબ્જો કર્યો નથી


અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના ઉત્તરમાં સ્થિત પંજશીર ઘાટીમાં વિદ્રોહી દળ અને તાલિબાનની વચ્ચે લોહિયાળ જંગ ખેલાઈ રહ્યો છે. વિરોધી જૂથે દાવો કર્યો છે કે તેણે લગભગ 600 તાલિબાનીને મારી દીધા છે. આ સિવાય લગભગ 1000 લડવૈયાઓને પકડી લીધા છે. તેમાંથી અનેકે સરેન્ડર કર્યું છે. એક ન્યૂઝના દાવા અનુસાર વિરોધી દળના પ્રવક્તા ફહીમ દશ્તીએ ટ્વિટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા અનેક દિવસોથી અહીં લડાઈ ચાલી રહી છે. શનિવારે તાલિબાનને આ વિસ્તાર પર કબ્જે કરવાનો દાવો કરાયો હતો. પણ પછી પંજશીરની નેશનલ રેજિસ્ટેન્સ ફોર્ના નેતા અમરુલ્લા સાલેહે આ દાવાને નકારી દીધો હતો.  

પંજશીર એકમાત્ર વિસ્તાર છે જ્યાં તાલિબાને હજુ સુધી કબ્જો કર્યો નથી
પંજશીર એકમાત્ર વિસ્તાર છે જ્યાં તાલિબાને હજુ સુધી કબ્જો કર્યો નથી. પંજશીરના લડવૈયાના નેતૃત્વ પૂર્વ અફઘાન ગુરિલ્લા કમાન્ડર અહમદ શાહ મસૂદના દીકરા અહમદ મસૂદ અને કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ કરી રહ્યા છે. વર્ષ 1996 -2001ની વચ્ચે જ્યારે તાલિબાનનું અફઘાનિસ્તાનમાં રાજ હતું ત્યારે તે સમયે આ ઘાટી પર તેઓ કબ્જો કરી શક્યા ન હતા.  

કરાયો હતો દાવો
ભલે બંને પક્ષે પંજશીરમાં કબ્જો કરવાનો દાવો કર્યો હોય પણ અત્યાર સુધી કોઈ પણ વિસ્તારમાં તેને સાબિત કરવા માટેના કોઈ નિર્ણાયક સાક્ષી મળ્યા નથી. મળતી માહિતી અનુસાર તાલિબાનનના એક અધિકારીએ કહ્યું છે કે રાજધાની બજારક અને પ્રાંતીય ગર્વનર પરિસરની તરફ જનારી સડક પર સુરંગના કારણે તેમની આગળ વધવાની ગતિ ઘટી છે. તાલિબાનના પ્રવક્તા બિલાલ કરીમીએ કહ્યું કે ખિંજ અને ઉનાબા જિલ્લાને કબ્જે કરી લેવાયો છે. તાલિબાનનો દાવો છે કે તેઓએ અત્યાર સુધીમાં 7માંથી 4 જિલ્લા પર કબ્જો કરી લીધો છે.  
 


 
સાલેહનો વીડિયો મેસેજ
આ વીડિયો મેસેજમાં અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહે કહ્યું છે કે બંને પક્ષોની વચ્ચે સતત લડાઈ ચાલી રહી છે. તેઓએ આ મેસેજમાં કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે અમે મુશ્કેલ સ્થિતિમાં છીએ. તાલિબાને અમારી પર હુમલો કર્યો છે. પણ અમે આત્મસમર્પણ કરીશું નહીં. અમે અફઘાનિસ્તાનના માટે સતત લડતા રહીશું. મેં લોકોને ભરોસો આપવા માટે આ વીડિયો શેર કર્યો છે કે મારા દેશ છોડવાની ખબરમાં કોઈ સત્યતા નથી. 

સરકાર બનવામાં થઈ રહ્યું છે મોડું
આ સમયે તાલિબાને અફઘાનિસ્તાનમાં નવી સરકારને લઈને આવનારા અઠવાડિયા માટે નિર્ણય ટાળ્યો છે. તાલિબાન પ્રવક્તા જબીઉલ્લા મુઝાહિદે શનિવારે આ જાણકારી આપી હતી. તાલિબાન એક એવી સરકાર બનાવવા માટે સંઘર્ષ કરી રહ્યું છે જે સમાવેશી અને આંતરરાષ્ટ્રિય સમુદાયને સ્વીકાર્ય હોય. તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર કાબિઝ થાય બાદ ફરી વાર કાબુલમાં નવી સરકારને લઈને જાહેરાત કરવાનું સ્થગિત રાખ્યું હતું.  

સંકળાયેલા મુદ્દાઓ

Afghanistan Crisis Taliban forces panjshir અફઘાનિસ્તાન તાલિબાન દાવો પંજશીર લડાઈ Afghanistan crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ