બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / ADR report after election results

ખુલાસો / 29 ધારાસભ્યો સામે હત્યાના પ્રયાસ સહિતના ગંભીર ગુના, કરોડપતિઓનો આંક ચોંકાવનારો: જુઓ ADR રિપોર્ટ

Published By: Vishnu

Last Updated: 11:37 PM, 11 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJPના 26, કોંગ્રેસના 4, AAPના 2, અપક્ષ 2, SPના 1 ધારાસભ્યો સામે ગુના, ચૂંટાયેલા કુલ 40 ધારાસભ્યોનો ઈતિહાસ ગુનાહિત

  • ચૂંટણીના પરિણામ બાદ ADRનું એનાલિસિસ
  • ચૂંટાયેલા 40 ધારાસભ્યોનો ઈતિહાસ ગુનાહિત
  • ગુજરાતના 182 ધારાસભ્યમાંથી 151 કરોડપતિ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાઈ ગઈ છે અને જેમાં ભાજપ પર પ્રજાએ ભરપૂર ભરોસો મુક્યો છે. જેમાં ભાજપને 156 બેઠકો મળી છે જ્યારે   કોંગ્રેસને 17 તેમજ અન્ય પક્ષો અને અપક્ષને થઈને 9 બેઠકો મળી છે તેમજ તમને જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમના મંત્રીમડળના આવતીકાલે શપથગ્રહણ થશે. ચૂંટણીના પરિણામ બાદ ADRનું એનાલિસિસ સામે આવ્યું છે જેમાં ધારાસભ્યોના ગુનાહિત ઈતિહાસ તેમજ સંપત્તિની વિગતો સામે આવી છે. 

ચૂંટાયેલા 40 ધારાસભ્યોનો ઈતિહાસ ગુનાહિત
વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ ADRનું એનાલિસિસ સામે આવ્યું છે. તેમને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા 40 ધારાસભ્યોનો ઈતિહાસ ગુનાહિત છે. જેમાં જીતેલા 182માંથી 29 ધારાસભ્યો સામે ગંભીર ગુના નોંધાયેલો છે. જીતેલા 3 ધારાસભ્યો સામે તો હત્યાના પ્રયાસના પણ ગુના દાખલ થયેલો છે. 4 ધારાસભ્યો વિરુદ્ધ મહિલા સંબધિત ગુના દર્જે થયેલા છે. જેમાં વિગતો જોઈએ તો BJPના 26, કોંગ્રેસના 4, AAPના 2, અપક્ષ 2, SPના 1 ધારાસભ્યો સામે ગુના દાખલ થયેલો છે.

182માંથી સભ્યોમાંથી 151 ધારાસભ્યો કરોડપતિ 
આ ચૂંટણીમાં જીતેલા 182 ધારાસભ્યોમાંથી 151 કરોડપતિ છે. ભારતીય જનતા પા્ર્ટીના 153, કોંગ્રેસના 14,   આમ આદમી પાર્ટીના 1 તેમજ SP 1 અને અપક્ષ 3 ધારાસભ્યો કરોડપતિ છે. ભાજપના 2 અને AAPના 1 ધારાસભ્ય પાસે સૌથી ઓછી મિલકત છે. ચૂંટાયેલા 182માંથી 86 ધારાસભ્યો તો ધોરણ 5થી 12 સુધીનો અભ્યાસ કરેલો છે તેમજ 83 ધારાસભ્યો ગ્રેજ્યુએટ અથવા તેથી વધુ ભણેલા છે.

સંકળાયેલા મુદ્દાઓ

ADR Report 2022 ADR રિપોર્ટ Gujarat elections 2022 gujarat election results ગુજરાત ચૂંટણી પરિણામ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 ADR after election results

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ