ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / દિવાળીએ રાતના 9 વાગીને 9 મિનિટે અપનાવો આ ઉપાય, મળશે નવગ્રહ દોષોથી મુક્તિ

Diwali 2025 / દિવાળીએ રાતના 9 વાગીને 9 મિનિટે અપનાવો આ ઉપાય, મળશે નવગ્રહ દોષોથી મુક્તિ

Published By: Nirav Kumar

Last Updated: 08:48 AM, 20 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે દિવાળીની રાત્રે જો તમે નવજ્યોતિ ઉપાય કરો છો તો લક્ષ્મી માતાનો આશીર્વાદ મળશે અને નવ ગ્રહોના દોષો પણ સુધરશે.

ADVERTISEMENT

આજે દિવાળીનો તહેવાર લોકો ધામધૂમથી ઉજવશે. દિવાળીનો દિવસ અંધકારને દૂર કરવાનો તહેવાર માનવામાં આવે છે. આથી માતા લક્ષ્મીના આગમન માટે ઘરોમાં પૂજા કરવામાં આવે છે અને શણગારવામાં પણ આવે છે. જો તમે આ દરમિયાન જીવનમાંથી નકારાત્મક દૂર કરવા માંગતા હોવ તો અમુક ઉપાય કરવા જોઈએ.

  • નવજ્યોતિ ઉપાય
    દિવાળી પર નવજ્યોતિ સંબંધિત એક ઉપાય કરવામાં આવે તો જીવનમાંથી નવ ગ્રહોના દોષોમાંથી મુક્તિ મળે છે. આ ઉપાયમાં આજે દિવાળી પર રાત્રે 09:09 વાગે નવ વાટનો દીવો પ્રગટાવવો જોઈએ.  જ્યારે નવ દિશાઓનો દીવો પ્રગટે છે ત્યારે નવ ગ્રહોની સકારાત્મક ઉર્જા સંચાર તમારા ઘરમાં જોવા મળશે. દિવાળી પર તમારા ગ્રહ દોષોને સુધારવા માટે આ એક સારો મોકો છે.
vtv app promotion

અંક શાંસ્ત્ર અનુસાર, વર્ષ 2025 (2+0+2+5=9) અને અંક 9 બંને મંગળ ગ્રહના છે. આ સિવાય રાત્રે 9:09 વાગ્યાનો સમય પણ નવ ગ્રહોનું પ્રતીક છે. આથી રાત્રે નવજ્યોતિ પ્રગટાવવાથી તમારા સમગ્ર પરિવાર પર નવ ગ્રહોના આશીર્વાદ રહેશે. આ નવજ્યોતિવાળો દીવો સૂર્યોદય સુધી પ્રગટાવવો જોઈએ. જ્યારે આ નવ દીવા આખી રાત સુધી પ્રગટે છે ત્યારે કુંડળીના નવ ગ્રહો સાથે જોડાયેલા દોષોથી મુક્તિ મળશે.

વધુ વાંચો : આજે દિવાળીએ સર્જાશે 5 રાજયોગ, જે આ 4 જાતકોને કરી દેશે માલામાલ

આ ઉપાય કરવાથી લક્ષ્મી માતાના આશીર્વાદથી બધું જ મંગળમય બનવા લાગશે. આ સિવાય આ દિવસે લક્ષ્મી માતાને સમર્પિત ખાસ મંત્રોનો જાપ કરો. કેમ કે, દિવાળી માત્ર પ્રકાશનો તહેવાર નથી પણ આધ્યાત્મિક જાગૃતિનો દિવસ પણ મનાય છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Navjyoti Upay Diwali 2025 Diwali Upay

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ