બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઑસ્ટ્રિયાના ગૃહ પ્રધાન વૉલ્ફગેંગ પેસચૉર્ને જણાવ્યું હતું કે, ભવિષ્યમાં પોલીસ દ્વારા આ ઘરનો ઉપયોગ કરવાથી એ વાતનો નક્કર સંકેત મળશે કે રાષ્ટ્રીય સમાજવાદની યાદોને આ ઈમારતમાંથી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવશે. તેમણે કહ્યું કે, નાઝી સમર્થકોએ છેલ્લા થોડા સમયમાં આ સ્થળને તીર્થસ્થાન અથવા પવિત્ર સ્થળ તરીકે માન આપવાનું શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
એક યહૂદી જૂથે જર્મનીમાં સરમુખત્યાર હિટલર સાથે જોડાયેલી ચીજ-વસ્તુઓની હરાજીની આકરી ટીકા કરી હતી
એક યહૂદી જૂથે જર્મનીમાં સરમુખત્યાર હિટલર સાથે જોડાયેલી ચીજ-વસ્તુઓની હરાજીની આકરી ટીકા કરી હતી, જેમાં હિટલરની પ્રખ્યાત ટોપીનો પણ સમાવેશ થાય છે. યુરોપિયન યહૂદી ફેડરેશનને આ હરાજીની ટીકા કરતા કહ્યું કે, લોહીથી લથપથ આ વસ્તુઓની મદદથી પૈસા કમાવવા અયોગ્ય છે. આ અગાઉ આ વર્ષની શરૂઆતમાં જ્યારે હિટલરની ચીજ-વસ્તુઓની હરાજી કરવામાં આવી રહી હતી ત્યારે જર્મનીમાં તેનો ઉગ્ર વિરોધ પણ થયો હતો.
ADVERTISEMENT
હિટલરે જર્મન તાનાશાહ તરીકેનો કાર્યભાર ક્યારે સંભાળ્યો ?
હિટલરના પિતા જ્યારે ઑસ્ટ્રિયામાં એક કસ્ટમ અધિકારી તરીકે તહેનાત હતા ત્યારે તેમને ત્યાં હિટલરનો જન્મ થયો હતો. હિટલરે આ સ્થળે તેની જિંદગીના ત્રણ વર્ષ વિતાવ્યા અને ત્યારબાદ તેનું કુટુંબ જર્મની રહેવા ચાલ્યું ગયું હતું. બાદમાં હિટલરે જર્મન તાનાશાહ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને નાઝી શાસનની સ્થાપના કરી હતી. જર્મનીમાં હિટલરના નાઝી પ્રતીકોના જાહેર પ્રદર્શન પર પ્રતિબંધ છે.
ADVERTISEMENT
બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ જગ્યા એક આર્ટ ગેલેરી અને પુસ્તકાલય તરીકે વપરાતી હતી
ઉલ્લેખનીય છે કે, એડૉલ્ફ હિટલરનો જન્મ 20 એપ્રિલ, 1889ના દિવસે ઑસ્ટ્રિયા-હંગેરીના એક નાના શહેરમાં થયો હતો. હિટલરનો જન્મ જ્યાં પોલીસ સ્ટેશન બનવાનું છે તે બિલ્ડિંગના બીજા માળે થયો હતો. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન આ જગ્યા એક આર્ટ ગેલેરી અને પુસ્તકાલય તરીકે વપરાતી હતી. બાદમાં, આ સાઇટનો ઉપયોગ બેંક, શાળા અને વિશેષ જરૂરિયાતવાળા લોકો માટેના કેન્દ્ર તરીકે પણ કરવામાં આવ્યો હતો. 2020માં આ બિલ્ડિંગના રિનોવેશન બાદ પોલીસ તેનો ઉપયોગ શરૂ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.