બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / આધાર કાર્ડમાં નામ બદલવું છે? તો આપવા પડશે આ ડોક્યુમેન્ટ્સ, ફટાફટ નોટ કરી લો

કામની વાત / આધાર કાર્ડમાં નામ બદલવું છે? તો આપવા પડશે આ ડોક્યુમેન્ટ્સ, ફટાફટ નોટ કરી લો

Last Updated: 02:10 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું દસ્તાવેજછે જે લગભગ તમામ સરકારી અને ખાનગી કામો માટે જરૂરી છે. ઘણી વખત લોકો આધાર કાર્ડ બનાવતી વખતે ઘણી ભૂલો કરે છે જેના કારણે ઘણા મહત્વપૂર્ણ કામ અટકી જાય છે.

જો કોઈ વ્યક્તિ ભારતમાં રહે છે અને આ દેશનો નાગરિક છે તો તેની પાસે આધાર કાર્ડ હોવું આવશ્યક છે. આધાર કાર્ડ ભારતીઓનું ઓળખ પત્ર છે જે તેમના નામ, એડ્રેસ અને અસ્તિત્વની પુષ્ટી કરે છે. આધાર કાર્ડમાં કોઈપણ પ્રકારની અપડેટ કરાવવા માટે ભારતી સંસ્થા UIDAI જવાબદાર હોય છે. ઘણા લોકોને આધારમાં ખોટું નામ હોવાના કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે પરંતુ આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે આધાર કાર્ડમાં પોતાનું નામ બદલાવી શકો છો. નામ બદલાવા માટે કેટલાક જરૂરી દસ્તાવેજની જરૂર પડે છે.

આધારમાં નામ બદલવા માટે જરૂરી દસ્તાવેજ

આધાર કાર્ડમાં નામ બદલવા માટે તમને જે જરૂરી દસ્તાવેજ જોઈએ તેની યાદી લાંબી છે પરંતુ તમારે ગભરાવાની જરૂર નથી આ દસ્તાવેજમાંથી તમારે માત્ર એક જ દસ્તાવેજની જરૂર પડશે.

  • પાન કાર્ડ
  • પાસપોર્ટ
  • રાશનકાર્ડ
  • વોટર આઈડી કાર્ડ
  • ડ્રાઈવિંગ લાયસન્સ
  • સરકારી ઓળખ કાર્ડ
  • નરેગા કાર્ડ
  • શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ કાર્ડ
  • આર્મ્સ લાયસન્સ
  • એટીએમ કાર્ડ ફોટોવાળું
  • ક્રેડિટ કાર્ડ ફોટોવાળું
  • પેન્શર્સ પેપર્સ
  • સ્વાતંત્ર્ય સેનાની કાર્ડ
  • કિસાન કાર્ડ
  • CGHS Contribution કાર્ડ
  • પોસ્ટ ઓફિસ પત્ર જેમાં તમારો ફોટો હોય
  • ગેઝેટેડ ઓફિસર અથવા તહસીલદાર દ્વારા જારી કરવામાં ફોટોવાળું ઓળખપત્ર
  • વિકલાંગ ઓળખ કાર્ડ
  • જન-આધાર કાર્ડ
  • આશ્રય ગૃહો અથવા અનાથાશ્રમ દ્વારા જારી કરાયેલ કાર્ડ
  • મ્યુનિસિપલ કાઉન્સેલર દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ
  • ગ્રામ પંચાયતના પ્રમુખ દ્વારા જારી કરાયેલ ઓળખ પત્ર
  • ગેઝેટ નોટિફિકેશન
  • મેરેજ સર્ટિફિકેટ
  • સેકેન્ડરી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • વીમા યોજના પેપર
  • જાતિ પ્રમાણપત્ર
  • સ્કૂલ ટ્રાન્સફર સર્ટિફિકેટ
  • સ્કૂલ રેકોર્ડ અથવા સ્કૂલના પ્રમુખ દ્વારા જારી પત્ર
  • બેંક પાસબુક
  • યુઆઈડીએઆઈના સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ ફોર્મેટ પર સંસ્થાનના હેડ દ્વારા જારી કરવામાં આવેલ ઓળખ પત્ર
  • કર્મચારી ભવિષ્ય નિધિ દ્વારા જારી કરાયેલ ઓળખ કાર્ડ

PM Jan Arogya Yojana | વૃધ્ધો માટે ફ્રી હેલ્થ ઈન્સુરન્સ | Ek Vaat Kau

ઉપર આપવામાં આવેલા દસ્તાવેજમાંથી તમારી પાસે કોઈપણ એક દસ્તાવેજની નામ બદલવા માટે જરૂર પડશે. નામ બદલવા માટે, તમારે ફક્ત UIDAI વેબસાઇટ પર જવું પડશે અને જરૂરી માહિતી આપવી પડશે અને તે પછી તમારા આધાર કાર્ડમાંનું નામ 7 દિવસની અંદર બદલાઈ જશે.

સંકળાયેલા મુદ્દાઓ

address change Aadhaar card Aadhaar Card updats
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ