બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ભારત / Add to Satyendra Jain's trouble! The order was given by the Ministry of Home Affairs

એક્શન / કેજરીવાલ, કૈલાશ ગેહલોત બાદ હવે સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં વધારો! ગૃહ મંત્રાલયે આપ્યા તાબડતોબ આદેશ

Priyakant

Last Updated: 02:29 PM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBI Investigation Against Satyendar Jain Latest News : સત્યેન્દ્ર જૈન પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી "પ્રોટેક્શન મની" તરીકે 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ

CBI Investigation Against Satyendar Jain : AAP નેતા સત્યેન્દ્ર જૈનની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વાત જાણે એમ છે કે, ગૃહ મંત્રાલયે જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈન સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ CBI તપાસને મંજૂરી આપી છે. નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈન પર છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર પાસેથી "પ્રોટેક્શન મની" તરીકે 10 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. અહી એ પણ નોંધનીય છે કે, તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યું છે.  કૈલાશ ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.

સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના પૂર્વ ડીજી સંદીપ ગોયલ પર તિહાર જેલમાં ખંડણીનું રેકેટ ચલાવવાનો અને દિલ્હીની વિવિધ જેલોમાં બંધ હાઈપ્રોફાઈલ કેદીઓ પાસેથી પ્રોટેક્શન મની વસૂલવાનો આરોપ છે. આ સિવાય ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈન અને સંદીપ ગોયલ અને અન્ય તિહાર જેલના અધિકારીઓ રાજકુમાર અને મુકેશ પ્રસાદ પર વર્ષ 2019-22 વચ્ચે 12.50 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ લગાવ્યો હતો.

લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ કરાઇ હતી 
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે આ અંગે દિલ્હીના LG એટલે કે લેફ્ટનન્ટ ગવર્નરને ફરિયાદ પણ મોકલી હતી. આરોપ છે કે, સત્યેન્દ્ર જૈન અને તિહાર જેલના અન્ય અધિકારીઓએ પૈસાના બદલામાં પોતાના સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો અને જેલમાં બંધ કેદીઓને જેલ મેન્યુઅલની વિરુદ્ધમાં ઘણી સુવિધાઓ આપી. મની લોન્ડરિંગ કેસમાં તિહાડ જેલમાં બંધ દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને તત્કાલિન જેલ સત્તાવાળાઓ દ્વારા ન માત્ર જેલમાં VIP ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ અન્ય કેદીઓને મસાજ પણ કરાવ્યો હતો.

વધુ વાંચો: દિલ્હી દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રીની મુશ્કેલી વધી, EDએ મોકલાવ્યું ફરફરિયું

લેફ્ટનન્ટ ગવર્નરે CBI તપાસની કરી હતી ભલામણ
વાત જાણે એમ છે કે, ફેબ્રુઆરીમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આ મામલે ગૃહ મંત્રાલયને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ CBI તપાસની ભલામણ કરી હતી. ગયા વર્ષે નવેમ્બરમાં CBIએ લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર લખીને આરોપ લગાવ્યો હતો કે, સત્યેન્દ્ર જૈન તિહાર જેલમાંથી હાઈ-પ્રોફાઈલ ખંડણીનું રેકેટ ચલાવી રહ્યો છે. CBIએ કહ્યું કે, જૈને ગેંગસ્ટર સુકેશ પાસેથી પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ રૂપિયા માંગ્યા હતા. સુકેશે આરોપ લગાવ્યો છે કે, 2018 થી 2021 વચ્ચે સત્યેન્દ્ર જૈને પોતે અથવા તેના સહયોગીઓ દ્વારા તેમની પાસેથી પૈસા પડાવી લીધા છે.

વધુ વાંચો: EDએ કોર્ટમાં દાખલ કરી 8000 પાનાની ચાર્જશીટ, જાણો દિલ્હી જળ બોર્ડમાં કેવી રીતે કરાયો મસમોટો ભ્રષ્ટાચાર?

નોંધનીય છે કે, સત્યેન્દ્ર જૈનની મે 2022માં ધરપકડ કરવામાં આવી હતી. તેમની છેલ્લી જામીન અરજી આ વર્ષે માર્ચમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી અને તેમને મની લોન્ડરિંગ કેસમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારથી તે તિહાર જેલમાં બંધ છે. અગાઉ તેમને 26 મે, 2023 ના રોજ વચગાળાના તબીબી જામીન આપવામાં આવ્યા હતા કારણ કે તેઓ જેલના બાથરૂમમાં પડી ગયા હતા. જામીનના સમયગાળા દરમિયાન તેણે કરોડરજ્જુનું ઓપરેશન કરાવ્યું હતું.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ