બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / AAP minister Kailash Gahlot's troubles increased in the Delhi liquor scam

BIG NEWS / દિલ્હી દારૂ કૌભાંડમાં AAPના વધુ એક મંત્રીની મુશ્કેલી વધી, EDએ મોકલાવ્યું ફરફરિયું

Priyakant

Last Updated: 11:35 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Liquor Case Latest News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના વધુ એક મંત્રીને સમન્સ મોકલ્યું

Delhi Liquor Case  : આમ આદમી પાર્ટીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે કાર્યવાહી બાદ હવે વધુ એક મંત્રીને EDએ સમન્સ મોકલ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આબકારી નીતિ સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આમ આદમી પાર્ટી સરકારના મંત્રી કૈલાશ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. નોંધનીય છે કે, કૈલાશ ગેહલોત દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારમાં પરિવહન, ગૃહ અને કાયદા મંત્રી છે.

1 માર્ચે આ જ કેસમાં તપાસ એજન્સી દ્વારા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવ્યા બાદ EDએ ગેહલોતને સમન્સ મોકલ્યું છે. EDએ કૈલાશ ગેહલોતને સમન્સ જારી કરીને આજે જ પૂછપરછમાં સામેલ થવા માટે બોલાવ્યા છે. 

જાણો કોણ છે કૈલાશ ગેહલોત? 
નજફગઢના ધારાસભ્ય કૈલાશ ગેહલોત તે પેનલનો ભાગ હતા જેણે હવે રદ કરાયેલી દારૂની નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે, ગેહલોતને આ કેસમાં પૂછપરછ માટે હાજર થવા અને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધવા માટે કહેવામાં આવ્યું છે.

વધુ વાંચો: વોટિંગમાં વપરાતા NOTA બટનનો આખરે કેટલો છે પાવર? ક્યારથી તેની શરૂઆત થઇ, જાણો અત:થી ઇતિ

નોંધનીય છે કે, દારૂ નીતિ કેસમાં ધરપકડ કરાયેલ કેજરીવાલ હાલમાં 2 એપ્રિલ સુધી EDની કસ્ટડીમાં છે. આ પહેલા દિલ્હીની એક કોર્ટે કેજરીવાલને 28 માર્ચ સુધી ED કસ્ટડીમાં મોકલી દીધા હતા, ત્યારબાદ તેને લંબાવવામાં આવ્યો હતો. આ કેસમાં સીએમ કેજરીવાલ ઉપરાંત પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરવામાં આવી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ