બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / add these 6 things to your routine to get deep sleep instantly

ટિપ્સ / પથારીમાં સૂતાં જ ઊંઘ આવી જશે: અપનાવો આ 6 ટિપ્સ, નહીં પડે કોઈ દવાની જરૂર

Manisha Jogi

Last Updated: 01:06 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ હોય છે. સારી ઊંઘ આવે તે માટે સૌથી પહેલા સર્કાડિયન રિધમ ફિક્સ કરવાની રહે છે. સૂર્યોદયની સૂર્યોદય થાય ત્યારે ઊઠવાનું રહેશે અને રાત્રે વહેલા સૂવાનું રહેશે.

  • કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ હોય છે
  • સારી ઊંઘ આવે તે માટે રિધમ ફિક્સ કરવી જરૂરી
  • આ ટિપ્સ ફોલો કરવાથી રાત્રે આવશે સારી ઊંઘ

કેટલાક લોકોને રાત્રે ઊંઘ ના આવવાની તકલીફ હોય છે. ડોકટર કેટલાક લોકોને દવા લેવાની સલાહ આપે છે. ગાઢ ઊંઘ માટે હવે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી.  સારી ઊંઘ આવે તે માટે સૌથી પહેલા સર્કાડિયન રિધમ ફિક્સ કરવાની રહે છે. સૂર્યોદયની સૂર્યોદય થાય ત્યારે ઊઠવાનું રહેશે અને રાત્રે વહેલા સૂવાનું રહેશે.

એરોમાથેરાપી

બેડરૂમમાં સારી સ્મેલ આવે આવે તો ઊંઘ પણ સારી આવે છે. જે માટે બેડરૂમમાં લેવેન્ડર ઓઈલની એરોમાથેરાપી ટ્રાય કરી શકો છો. જેથી બ્રેઈનમાં મેલાટોનિનનું સ્તર વધવા લાગે છે અને ઊંઘ આવે છે. 

કેમોમાઈલ ટી-

રાત્રે જમ્યા પછી એક કપ કેમોમાઈલ ચા પીવી જોઈએ. જેથી સ્ટ્રેસ રહેતો નથી અને બોડી રિલેક્સ રહે છે. મગજ શાંત રહે છે અને આરામ મળે છે. જેથી ઊંઘ પણ સારી આવે છે. 

ટાઈમિંગ

સારી ઊંઘ આવે તે માટે હેલ્ધી સ્લીપ રૂટીન અપનાવો અને ટાઈમનું ખાસ ધ્યાન રાખો. સવારે વહેલા ઉઠો, બપોરે 3 વાગ્યા પછી ચા, કોફી, ડાયટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ જેવા કેફીન પદાર્થનું સેવન ના કરવું. સૂતા પહેલા 30-60 મિનિટ પહેલા ફોન અથવા લેપટોપનો ઉપયોગ ના કરવો. 

વધુ વાંચો: ઊંઘ પૂરી કરવી કેમ જરૂરી? રાતના ઉજાગરાની ટેવ આગળ ચાલીને ઊભી કરશે એવી બીમારી કે જીવનભર પસ્તાશો

ડિજિટલ ડિટોક્સ

મોટાભાગના લોકો સ્માર્ટફોન પર વેબસીરિઝ, શો જોવામાં સમય પસાર કરે છે. તમે સૂવે તેની 30-60 મિનિટ પહેલા ડિજિટલ ડિવાઈસનો ઉપયોગ ના કરવો જોઈએ. બ્લ્યૂ લાઈટને કારણે ઊંઘ આવવામાં તકલીફ થાય છે. 

રૂમ ટેમ્પરેચર

રૂમ ઠંડો હોય તો જલ્દી ઊંઘ આવે છે. રૂમ વધુ ઠંડો ના હોવો જોઈએ. સારી ઊંઘ આવે તે માટે રૂમ ટેમ્પરેટર 16થી 19 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ઉપરાંત સારી ડાયટ, વર્કઆઉટ અને હેલ્ધી હેબિટ અપનાવવી જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ