બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / shortage of sleep could impact memory later in life study

સ્ટડી / ઊંઘ પૂરી કરવી કેમ જરૂરી? રાતના ઉજાગરાની ટેવ આગળ ચાલીને ઊભી કરશે એવી બીમારી કે જીવનભર પસ્તાશો

Manisha Jogi

Last Updated: 10:11 PM, 6 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના લોકોની ઊંઘ પૂરી થઈ શકતી નથી. અનેક લોકો આ બાબતને નાની સમસ્યા સમજીને નજરઅંદાજ કરી દે છે, જેના કારણે સમય જતા મોટી સમસ્યા થઈ શકે છે. ઊંઘ પૂરી ના થવાને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે.

  • મોટાભાગના લોકોની ઊંઘ પૂરી થઈ શકતી નથી
  • જેના કારણે સમય જતા મોટી સમસ્યા થઈ શકે છે
  • ઊંઘ પૂરી ના થવાને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે

આજની બિઝી લાઈફમાં મોટાભાગના લોકોની ઊંઘ પૂરી થઈ શકતી નથી. અનેક લોકો આ બાબતને નાની સમસ્યા સમજીને નજરઅંદાજ કરી દે છે, જેના કારણે સમય જતા મોટી સમસ્યા થઈ શકે છે. તાજેતરમાં થયેલ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, 30-40 વર્ષની ઉંમરે ઊંઘ પૂરી ના થવાને કારણે આરોગ્ય પર ખરાબ અસર થાય છે. 

સ્ટડી
યોગ્ય ઊંઘ લેવામાં ના આવે તો મેમરી પર અસર થઈ શકે છે. લાંબા સમય સુધી આ પ્રકારની આદતને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે, ઉપરાંત સમજવા વિચારવાની ક્ષમતા પર પણ અસર થાય છે. આરોગ્ય નિષ્ણાંતો અનુસાર અનિંદ્રાને કારણે શરીરના અન્ય ભાગ પર પણ અસર થાય છે. 

526 લોકો પર સ્ટડી
આ સ્ટડીમાં કુલ 526 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા. આ લોકો પર 11 વર્ષ સુધી સ્ટડી કરવામાં આવી હતી. 526 લોકોમાંથી 46 ટકા (239 લોકો) લોકોનો સૂવાનો સમય અને ક્વોલિટી ખરાબ હતી. 175 લોકો એવા હતા, જેમની ઊંઘ ખૂબ જ ઓછી પૂર્ણ થઈ હતી. સ્ટડી પરથી જાણવા મળ્યું કે, જે લોકોએ પૂરતી ઊંઘ લીધી ન હતી તેમની મેમરી પર  ખરાબ અસર થઈ હતી. 

પૂરતી ઊંઘ ના લેવાના નુકસાન

  • પૂરતી ઊંઘ ના લેવાથી શરીર પર અનેક પ્રકારે અસર થઈ શકે છે. 
  • ઓછી ઊંઘ લેવાને કારણે હાર્ટ હેલ્થ પર અસર થાય છે, જેથી હ્રદયરોગ થવાનું જોખમ રહે છે. 
  • અનિંદ્રાને કારણે માનસિક સમસ્યા થઈ શકે છે. 
  • ડાયાબિટીસ થવાની સાથે સાથે ઓછી ઉંમરે બિમારી થવાનું જોખમ રહે છે. 
  • ત્વચા પર અસર થાય છે અને કરચલી તથા ખીલ જેવી સમસ્યા થઈ શકે છે.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ