બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટની 8 સ્કૂલોને તાળા મારી દેવાયા, DEO આકરા પાણીએ, સામે આવ્યું ચોંકાવનારું લિસ્ટ

કાર્યવાહી / રાજકોટની 8 સ્કૂલોને તાળા મારી દેવાયા, DEO આકરા પાણીએ, સામે આવ્યું ચોંકાવનારું લિસ્ટ

Last Updated: 02:13 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓ વગરની 8 શાળાઓને તાળા લાગ્યા છે. વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા છે.

રાજકોટ જિલ્લામાં વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવી છે. વિદ્યાર્થીઓ વગરની શાળાઓ સામે આવતા ડીઈઓ દ્વારા કડક પગલા ભરવામાં આવ્યા છે. શાળામાં બાળકો ના હોવા છતાં માત્ર કાગળ પર શાળા ચાલતી હતી. માત્ર કાગળ પર ચાલતી શાળાઓ સામે ડીઈઓ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત પટેલ (જિલ્લા શિક્ષણાધિકારી, રાજકોટ)

8 જેટલી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા

કાગળ પર ચાલતી 8 જેટલી શાળાઓને તાળા મારી દેવામાં આવ્યા છે. ગોંડલ, ધોરાજી અને જસદણ તાલુકાની શાળાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીઈઓએ શાળા સંચાલકોને હિયરિંગ માટે રૂબરૂ બોલાવ્યા હતા. તમામ શાળા મંજૂરી રદ્દ કરવા શિક્ષણ વિભાગમાં ભલામણ કરાઈ છે. રાજકોટ શહેરની શાળાઓની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

કઈ કઈ શાળા થશે બંધ

  • રોટરી મિડટાઉન મેટોડા
  • વિદ્યામંદિર ઇંગ્લિશ સ્કૂલ ગોંડલ
  • સરસ્વતી વિધાલય મોટી મારડ (ધોરાજી.)
  • શ્રેયસ સંસ્કાર મંદિર જસદણ
  • અવધ વિધાલય વસાવડ
  • રાધે ક્રિષ્ના પ્રાથમિક શાળા સાવડ વસાવડ
  • નવ વિધાન પ્રાથમિક શાળા વસાવડા
  • શિવશક્તિ વિધા મંદિર શિવરાજપુર

આ પણ વાંચોઃ 'દારૂ પીતા કે જુગાર રમતા પકડાયા તો થશે 11000નો દંડ', પાટણના જાણીતા ગામમાં લેવાયો નિર્ણય

માત્ર RTE હેઠળ વિદ્યાર્થીઓ જ કરતા હતા અભ્યાસ

શાળાઓ બંધ કરવા મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ નિવેદન આપ્યું હતું કે, રાજકોટ જિલ્લાની વિદ્યાર્થી વિહોણી શાળાઓ બંધ કરવામાં આવી હતી. ગોંડલ, ધોરાજી, જસદણ અને શિવરાજ પર સહિતની શાળાઓની માન્યતા રદ્દ કરાઈ છે. જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષણ વિભાગ પાસે રિપોર્ટ સબમિટ કરાવ્યો છે. શાળાઓની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા જ થતી ન હતી. માત્ર RTE હેઠળ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરતા હતા. શાળાઓને બંધ કરવામાં આવી અને કેટલાક છાત્રોને અન્ય શાળામાં ટ્રાન્સફર કરાયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot School without students Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ