બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'દારૂ પીતા કે જુગાર રમતા પકડાયા તો થશે 11000નો દંડ', પાટણના જાણીતા ગામમાં લેવાયો નિર્ણય
Last Updated: 01:44 PM, 3 September 2025
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલ તારાનગર ગામ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રશંસનીય નિર્ણય લીધો છે. ગામના તમામ લોકોએ મળીને દારૂના સેવન, વેચાણ તેમજ જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ સામે કડક વલણ અપનાવવાનું નક્કી કર્યું છે.
ADVERTISEMENT
ગામના લોકોની મળેલી સભામાં નિર્ણય લેવામાં આવ્યો
તાજેતરમાં તારાનગર ગામમાં બોલાવવામાં આવેલી સામૂહિક સભામાં એક મતથી ઠરાવ કરવામાં આવ્યો કે હવે ગામની હદમાં દારૂનું સેવન કે વેચાણ તેમજ જુગાર રમવામાં આવશે તો તે વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT

અંકુશ માટે કડક દંડની જોગવાઈ
ADVERTISEMENT
નિયમ ભંગ કરનાર વ્યક્તિ પાસેથી ₹11,000 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. સાથે જ, પુનરાવૃત્તિ થાય તો વધુ કડક પગલા લેવાશે.

ADVERTISEMENT
આગેવાનો અને ગ્રામજનોનો સહયોગ
આ પગલાને આગેવાનો, યુવાનો અને વડીલોએ એકસાથે આવકાર્યો છે. દરેકે પોતાના પરિવાર અને આવનારી પેઢી માટે સ્વસ્થ અને વ્યસનમુક્ત સમાજનું નિર્માણ કરવાનું વચન આપ્યું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ સેંકડો પરિવારો અચાનક બન્યા બેરોજગાર, નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ
ગ્રામજનોની પહેલ બાકી ગામો માટે પ્રેરણા
ADVERTISEMENT
તારાનગર ગામનો આ નિર્ણય પાટણ જિલ્લામાં જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતના અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ શકે છે. જો તમામ ગામો આવું જ સખત અને સામૂહિક વલણ અપનાવે, તો નશીલા પદાર્થોના સેવનથી રોકી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.