બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સેંકડો પરિવારો અચાનક બન્યા બેરોજગાર, નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ

નિર્ણય / સેંકડો પરિવારો અચાનક બન્યા બેરોજગાર, નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ

Last Updated: 01:27 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં હોમગાર્ડ જવાનોને ફરજ મોકૂફ કરાતા હોમગાર્ડ જવાનો પર અચાનક આફત આવી પડી છે.

રાજકોટ શહેરના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા હોમગાર્ડ જવાનો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ફરજ બજાવતા 500થી વધુ હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.

બંદોબસ્તમાં સંખ્યા ન થતા નિર્ણય લેવાયો

આ નિર્ણય હોમગાર્ડ કમાન્ડન્ટે જણાવ્યું છે કે સુરત બંદોબસ્તના વ્યવસ્થાપનને કારણે રાજકોટમાંથી કેટલાક હોમગાર્ડને મોકલવાના હતા. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે.

આચાનક નિર્ણયથી જવાનોમાં નિરાશા

દરરોજ નાઈટ ડ્યુટી સહિતની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે આ નિર્ણય અચાનક આવતી મુશ્કેલી સમાન સાબિત થયો છે. રોજગારીના આધારરૂપ જવાનું મળતું વેતન હવે અચાનક બંધ થતાં અનેક જવાનો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ હાઈકોર્ટના ચુકાદા બાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, તો 5મીએ રીબડામાં શક્તિ પ્રદર્શન!

ક્યાં સુધી ફરજ મોકૂફી રહેશે તેની કોઈ સ્પષ્ટતા નહી

હોમગાર્ડ કમાન્ડર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી કે ફરજ મોકૂફનો આ સમયગાળો કેટલો લાંબો રહેશે. આથી જવાનો હવે આશા રાખી રહ્યા છે કે તેમની ફરજ ફરીથી વહેલી તકે પુનઃશરૂ કરવામાં આવે અને રોજગારની સ્થિરતા પ્રાપ્ત થાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Rajkot Home Guard Jawan Rajkot News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ