બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / હાઈકોર્ટના ચુકાદા બાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, તો 5મીએ રીબડામાં શક્તિ પ્રદર્શન!

રાજકોટ / હાઈકોર્ટના ચુકાદા બાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, તો 5મીએ રીબડામાં શક્તિ પ્રદર્શન!

Priykant Shrimali

Last Updated: 12:40 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ribda Amit Khunt Case : રીબડા પાટીદાર યુવાન આપઘાત કેસ મામલે હાઇકોર્ટે જામીન અરજી પર ચુકાદો યથાવત રાખ્યો, અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજ કરશે શક્તિ પ્રદર્શન

Ribda Amit Khunt Case : રાજકોટના બહુચર્ચિત ગામ રિબડાને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રીબડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં આરોપીઓના આગોતરા જામીન અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પર હવે હાઇકોર્ટએ ચુકાદો અનામત રાખ્યો છે. આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય સમાજ તરફથી ખુલ્લું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આગામી 5 સપ્ટેમ્બર, શુક્રવારે સમાજના લોકોએ રીબડા ગામે એકત્ર થવા આહ્વાન કરવામાં આવ્યું છે.

અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં મોટી અપડેટ

રીબડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં ગૂંચવાયેલા આરોપીઓના આગોતરા જામીનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પર હવે હાઇકોર્ટએ ચુકાદો અનામત રાખ્યો છે. મહત્વનું છે કે, આ કેસમાં પહેલા ગોંડલ સેશન કોર્ટમાંથી જામીન ના મળતા બંને આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

શું કહેવું છે પોલીસનું ?

પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યાની ઘટનાના પગલે મળેલી સુસાઇડ નોટના આધારે આરોપીઓને ચિહ્નિત કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે FSLની પણ મદદ લેવાઈ હતી. હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને તેમના ડ્રાઈવર રહીમ મકરાણી ફરાર છે. છેલ્લા ચાર મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમની શોધમાં સતત પ્રયાસ કરી રહી છે.

અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન

જોકે હવે આ સમગ્ર મામલે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય સમાજ તરફથી ખુલ્લું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આગામી 5 સપ્ટેમ્બર, શુક્રવારે સમાજના લોકોએ રીબડા ગામે એકત્ર થવા આહ્વાન કર્યું છે.

આ પણ વાંચો : સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

વિશેષ વાત એ છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા અગાઉ પણ પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. હાલ તેમના વિરુદ્ધ ફરી એકવાર કાર્યવાહી થતી હોવાને કારણે આ કેસને અન્યાય ગણાવીને સમાજમાં રોષ ફેલાયો છે.

સોશિયલ મીડિયા પર પણ તેમના સમર્થનમાં પોસ્ટર અને અભિયાન વાયરલ થયા છે. કહેવાય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનું છે અને તે પહેલાં જ સમર્થકો દ્વારા પત્રકાર પરિષદ અને શક્તિ પ્રદર્શન યોજવાની તૈયારી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ribda Amit Khunt Case Rajdeepsinh Jadeja Aniruddhasinh Jadeja
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ