ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

મોટા સમાચાર / સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો

Published By: Priykant Shrimali

Last Updated: 12:38 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Singoil Price : ચાલુ વર્ષે મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં સિંગતેલના ભાવમાં વધારો, એક જ અઠવાડિયે ભાવમાં નોંધપાત્ર તેજી ગ્રાહકો માટે ચિંતાનો વિષય, જાણો કેટલો વધ્યો ભાવ ?

ADVERTISEMENT

Singoil Price : તહેવારોની સિઝનમાં ફરી એકવાર સિંગતેલના ભાવમાં વધારો નોંધાયો છે. વાસ્તવમાં ગુજરાતમાં ચાલુ વર્ષે મગફળીનું વિક્રમ ઉત્પાદન નોંધાયું છે. રાજ્યભરમાં આશરે 66 લાખ ટન મગફળીના ઉત્પાદનનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. આ, છતાં બજારમાં તેલના ભાવોમાં અનિચ્છનીય વધારો નોંધાયો છે.

રાજ્યમાં ખાસ કરીને સિંગતેલના ભાવમાં એક જ અઠવાડિયે 30 રૂપિયાનો ઉછાળો આવ્યો છે, જેને કારણે સામાન્ય વપરાશકર્તાઓમાં ચિંતા જોવા મળી રહી છે.

હવે જો આપણે સિંગતેલની વાત કરીએ તો ભાવ 2360 રૂપિયાથી વધી 2390 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે. આ સાથે કપાસિયા તેલમાં 15 રૂપિયાનો ઉછાળો થતાં હવે ભાવ 2265થી વધીને 2315 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે. આ સાથે પામતેલમાં 10 રૂપિયાનો વધારો થતાં હવે ભાવ 2025થી વધી 2030 રૂપિયા પ્રતિ ડબ્બો થયો છે.

આ પણ વાંચો : Video: ભાદરવી પૂનમના મેળા વચ્ચે અંબાજીથી આવ્યા મોટા સમાચાર, પોલીસ હાંફળીફાંફળી થઇ ગઇ

નોંધનિય છે કે, માર્કેટ યાર્ડમાં મગફળીના ભાવો હજુ પણ સ્થિર છે, તેમ છતાં સિંગતેલ સહિત અન્ય ખાદ્ય તેલોમાં સતત તેજી જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને કૃષિ બજાર વિશ્લેષકો અનુસાર બજારમાં આ તેજી કૃત્રિમ રીતે ઉભી કરવામાં આવી હોવાની પૂરી શક્યતા છે. દિવસે દિવસે ભાવ વધતા સામાન્ય લોકોની રસોઈ પર સીધો અસર થઈ રહી છે. મોટા પ્રમાણમાં વપરાતું સિંગતેલ હવે મધ્યમ વર્ગ માટે પણ બજેટથી બહાર જતું જણાઈ રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Singoil prices Cottonseed oil Increase in the price of Singoil

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ