બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: ભાદરવી પૂનમના મેળા વચ્ચે અંબાજીથી આવ્યા મોટા સમાચાર, પોલીસ હાંફળીફાંફળી થઇ ગઇ

ચોંકાવનારું / Video: ભાદરવી પૂનમના મેળા વચ્ચે અંબાજીથી આવ્યા મોટા સમાચાર, પોલીસ હાંફળીફાંફળી થઇ ગઇ

Nidhi Panchal

Last Updated: 12:02 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજી મંદિર ખાતે મોડી રાત્રે એક અજોડ ઘટના બની, જ્યારે એક યુવક અચાનક મંદિરના શિખર પર ચડી ગયો. આ ઘટનાએ યાત્રાળુઓ અને પોલીસને ક્ષણભર માટે હચમચાવી દીધા.

ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીથી એક મોટી ઘટના સામે આવી છે. મંગળવાર મોડી રાત્રે, જ્યારે લાખો યાત્રાળુઓ માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા હતા અને મંદિર બંધ થવાનો સમય નજીક હતો, ત્યારે એક યુવક અચાનક મંદિરના શિખર પર ચડી ગયો. આ ઘટના જોઈને યાત્રાળુઓ, સુરક્ષા સ્ટાફ અને પોલીસ બધાં ચોંકી ગયા હતા.

ambaji-2

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે શિખર પર ચડનાર યુવક મનો દિવ્યાંગ છે. યુવક ધીમે ધીમે ચડીને શિખરના મધ્ય ભાગ સુધી પહોંચ્યો હતો અને ત્યાં સુવર્ણ શિખરના આંટા ફેરા પણ માર્યા હતા. આ દરમ્યાન નીચે ઉભેલા લોકોમાં હડકંપ મચી ગયો હતો. યાત્રાળુઓ માટે આ દ્રશ્ય આશ્ચર્યજનક અને ચિંતાજનક બંને બન્યું હતું.

યુવકને સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક હરકતમાં આવ્યા હતા. ખૂબ જ મહેનત બાદ યુવકને સુરક્ષિત રીતે શિખર પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો. સદભાગ્યે આ ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી.

app promo6

આ પણ વાંચો : પીળા કલરની ટીશર્ટ-વ્હાઈટ પેન્ટ, ઇજાગ્રસ્ત હાલતમાં નયન પ્રવેશ્યો સ્કૂલમાં, છતાંય સ્ટાફ મદદે ના આવ્યો

પોલીસે યુવક અંગે વધુ તપાસ હાથ ધરી છે અને તેની માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જરૂરી કાર્યવાહી શરૂ કરી છે. અંબાજી મંદિર જેવા ધાર્મિક સ્થળ પર આવી ઘટના બનતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે, સાથે જ સુરક્ષા વ્યવસ્થાની કસોટી પણ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ambaji Temple Gujarat news youth climbs temple shikhar
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ