બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / પીળા કલરની ટીશર્ટ-વ્હાઈટ પેન્ટ, ઇજાગ્રસ્ત હાલતમાં નયન પ્રવેશ્યો સ્કૂલમાં, છતાંય સ્ટાફ મદદે ના આવ્યો

ખળભળાટ / પીળા કલરની ટીશર્ટ-વ્હાઈટ પેન્ટ, ઇજાગ્રસ્ત હાલતમાં નયન પ્રવેશ્યો સ્કૂલમાં, છતાંય સ્ટાફ મદદે ના આવ્યો

Priykant Shrimali

Last Updated: 09:37 AM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Seventh-Day School Case : ખોખરાની સેવન્થ-ડે એડવેન્ટિસ્ટ સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની સ્કૂલમાં જ બીજા વિદ્યાર્થી દ્વારા બોક્સ કટરથી હુમલો કરીને હત્યા બાદ હવે સામે આવ્યા ચોંકાવનારા CCTV

Ahmedabad Seventh-Day School Case : અમદાવાદના થયેલી વિદ્યાર્થીની હત્યા કેસમાં હવે ચોંકાવનારા CCTV સામે આવ્યા છે. વાસ્તવમાં 19 ઑગસ્ટના રોજ સેવન્થ-ડે સ્કૂલમાં થયેલી હત્યા બાદ હવે સ્કૂલના CCTV ફૂટેજ જાહેર થતાં હકીકતો સામે આવી રહી છે. વિગતો મુજબ ધોરણ 10ના વિદ્યાર્થી નયનની સ્કૂલમાં જ બીજા વિદ્યાર્થી દ્વારા બોક્સ કટરથી હુમલો કરીને હત્યા કરવામાં આવી હતી. હવે આ ઘટનાના 15 દિવસ બાદ 2 સપ્ટેમ્બરના રોજ મળી આવેલા CCTV ફૂટેજમાં સ્કૂલની બેદરકારી સ્પષ્ટ બની છે.

ઇજાગ્રસ્ત હાલતમાં સ્કૂલમાં પ્રવેશતો દેખાયો નયન

CCTV ફૂટેજ મુજબ 12:53 વાગ્યે પીળી ટીશર્ટ અને સફેદ પેન્ટમાં નયન સ્કૂલના પ્રવેશદ્વારથી અંદર પ્રવેશતો જોવા મળે છે. આ દરમિયાન તેની સાથે ત્રણથી ચાર અન્ય વિદ્યાર્થી પણ છે. નયન પેટ પર હાથ દબાવતો દેખાય છે જ્યાંથી લોહી નીકળી રહ્યું હતું. આ સમયે નયનની ચાલ પણ અસ્તવ્યસ્ત જણાય છે, જે તેના ગંભીર ઇજાને પહોંચી હોય તેવું દેખાઈ રહ્યું છે.

આ તરફ જ્યારે નયન અંદર જાય છે અને થોડા સમય બાદ ઢળી પડે છે ત્યારે આસપાસના વિદ્યાર્થીઓ દોડી જાય છે પણ કથિત રીતે સ્કૂલ સ્ટાફની કામગીરી ગંભીર રીતે નિષ્ફળ સાબિત થઈ છે. સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીઓને દૂર હટાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ નયનની મદદ કરવા માટે કોઈ આગળ આવે છે તેવું જોવા મળતું નથી. માત્ર વિદ્યાર્થીઓ વચ્ચે દોડધામ થતી રહે છે અને સ્ટાફ નિષ્ક્રિય રહે છે.

7 મિનિટ પછી આવ્યા પરિવારજનો અને પછી...

વિગતો મુજબ ઘટનાના લગભગ 7 મિનિટ બાદ 1 વાગે નયનની માતા અને અન્ય એક મહિલા દોડી આવતા નજરે પડે છે. ત્યારબાદ વિદ્યાર્થીઓની મદદથી નયનને એક રિક્ષામાં હોસ્પિટલ લઈ જવામાં આવે છે. ફૂટેજમાં સ્પષ્ટ છે કે, આ સમયગાળા દરમિયાન સ્કૂલ તરફથી કોઈ પણ પ્રકારની તાત્કાલિક તબીબી સહાય મળતી નથી.

આ પણ વાંચો : Surat ના શાહ દંપત્તીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, તમામ ગુજરાતી સ્ટાર્ટ પાસે કરાવી જાહેરાત

શું હતી સમગ્ર ઘટના ?

19 ઑગસ્ટે બે વિદ્યાર્થી વચ્ચે ધક્કામુક્કીની સામાન્ય ઘટનાઓમાંથી ઉગ્ર તણાવ ઊભો થયો હતો. શાહઆલમ વિસ્તારના રહેવા વાળાં આરોપી ધો-10ના વિદ્યાર્થીએ નયન પર સ્કૂલ કટર વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજા થવાના કારણે નયનનું મણિનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીના અવસાન પછી 20 ઑગસ્ટે રોષે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિક લોકો સ્કૂલે પહોંચી ગયા. પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે, 2000 જેટલા લોકોએ સ્કૂલને ઘેરી લીધી અને ચાર કલાક સુધી વિસ્તાર તણાવગ્રસ્ત રહ્યો. આક્રોશિત લોકોએ સ્કૂલના સ્ટાફ સાથે ધક્કામુક્કી કરી અને તોડફોડ પણ કરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Khokhara Seventh-Day School
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ