ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat ના શાહ દંપત્તીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, તમામ ગુજરાતી સ્ટાર્સ પાસે કરાવી જાહેરાત

કૌભાંડ / Surat ના શાહ દંપત્તીએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું, તમામ ગુજરાતી સ્ટાર્સ પાસે કરાવી જાહેરાત

Last Updated: 12:12 PM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ દાખલ થઇ ચુક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ પડાવ્યા હોવાની વાત સામે આવતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે. 1.63 કરોડનું ફૂલેકું ફેરવવાના કેસમાં શાહ દંપત્તી જેલવાસ ભોગવી રહ્યું છે.

ADVERTISEMENT

Surat News : સુરતમાં સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટના નામે શેર ટ્રેડિંગની ઓફિસ ખોલી કરોડોનું ફૂલેકું ફેરવનાર શાહ દંપતી વિરુદ્ધ ગુનો દાખલ થયો છે. આ દંપત્તી માટે ગુજરાતી કલાકારો જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી, પૂજા જોશી, સોશિયલ મીડિયા સ્ટાર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈના નામે વીડિયો બનાવી પબ્લિસિટી પણ કરી હતી. રોકાણકારોને કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી નાખ્યું હતું.

કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવ્યું

શાહ દંપતી હાર્દિક અને તેની પત્ની પૂજા વિરુદ્ધ અત્યાર સુધીમાં બે કેસ દાખલ થઇ ચુક્યા છે. સુરતમાં 30 લાખની છેતરપિંડી બાદ ભાવનગરના બે વેપારીના 1.33 કરોડ પડાવ્યા હોવાની વાત સામે આવતા સીઆઈડી ક્રાઈમમાં ઠગાઇનો ગુનો દાખલ થયો છે. 1.63 કરોડનું ફૂલેકું ફેરવવાના કેસમાં શાહ દંપત્તી જેલવાસ ભોગવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર સ્ટાર્સ પાસે કરાવી જાહેરાત

મળતી માહિતી અનુસાર નાના વરાછા, વંદના સોસાસાયટીમાં રહેતાં હરેશ રામજી ડુંગરાણીએ સોશ્યિલ મીડિયા પર જાહેરાત જોઇ સિંગણપોર-કોઝ વે રોડ ઉપર સિલ્વર સ્ટોન આર્કેડમાં શાહ ઈન્વેસ્ટમેન્ટની ઓફિસમાં પોતાના પૈસાનું રોકાણ કરવા માટે પહોંચ્યા હતા. જેથી શાહ દંપત્તીએ તેમના રોકાણ પર 100 દિવસમાં 12થી 15 ટકાના વળતરની લાલચ આપી હતી. જેથી યુવકે 11 લાખ રૂપિયા રોક્યા હતા. જેમાંથી માત્ર 1.74 લાખ પરત આપીને આ ઠગ ટોળકીએ ઠેંગો બતાવ્યો હતો. પેઢીની મેનેજિંગ ડિરેક્ટર પૂજા હાર્દિક શાહ અને ફાઉન્ડર હાર્દિક અશોક શાહ (બંને રહે-લક્ષ્મી રેસિડન્સી, ગજડેરા સર્કલ પાસે, કતારગામ) નાણાં નહી ચૂકવતાં ફરિયાદ દાખલ થઇ હતી.

વધુ વાંચો: Audio Clip: 'તમે ગુંડા છો, ધમકાવો છો?', અને કૉલ કરનાર યુવાનને રમણ વોરાએ તતડાવ્યો!

સીઆઇડી ક્રાઇમમાં ગુનો દાખલ થયો

શાહ દંપતી સામે બે દિવસમાં જ સીઆઈડી ક્રાઈમમાં બીજો ગુનો દાખલ થયો છે. આ યુગલે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જુદા-જુદા સોશિયલ ઈન્ફ્લુએન્સર નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ, ગુજરાતી ફિલ્મ સ્ટાર્સ જાનકી બોડીવાલા, મિત્રા ગઢવી વિગેરેના વીડિયો બનાવી તે વીડિયોથી શાહ ઈન્વેસ્ટમેન્ટના રોકાણની સ્કીમની જાહેરાતો કરી હતી. નીતિન જાનીએ તો કંપનીના એપ લોચિંગ ઇવેન્ટમાં હાજરી આપી હતી.

ટૂંક સમયમાં નાણા કમાવાની લાલચે નાણા ગુમાવ્યા

ટૂંક સમયમાં વધુ રૂપિયાના નફાની લાલચમાં આવી અનેક રોકાણકારોએ કંપનીમાં રોકાણ કરાયું હતું. જે પૈકી ભાવનગર-મહુવાના જય અંબે નગરમાં રહેતા પાર્થ રતિલાલ પંડયા (ઉ.વ.42)એ 58 લાખ અને ભાવનગર-મહુવાના સ્વામીનારાયણ ધામ ખાતે રહેતા અશ્વિન રાણાભાઈએ 75 લાખ ગુમાવ્યા હતા. શાહ દંપત્તિ સામે 1.33 કરોડના ચીટિંગનો ગુનો દાખલ કરાવ્યો છે. હાલ તો પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pooja Hardik Shah Hardik Ashok Shah Shah couple of Surat committed a scam of crores of rupees
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ