બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Audio Clip: 'તમે ગુંડા છો, ધમકાવો છો?', અને કૉલ કરનાર યુવાનને રમણ વોરાએ તતડાવ્યો!
Last Updated: 12:52 PM, 2 September 2025
Raman Vora Audio Viral : સાબરકાંઠા જિલ્લાના ઈડર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણ વોરા ફરીવાર વિવાદોમાં ઘેરાઈ ગયા છે. વાસ્તવમાં સોશિયલ મિડિયામાં તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે જેમાં મત વિસ્તારના એક યુવાન સાથેની ઉગ્ર વાતચીત સામે આવી છે. આ ઓડિયો ક્લિપ ચર્ચાનો વિષય બની ગઈ છે અને લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. જોકે અહીં ખાસ નોંધનિય છે કે, VTV Digital આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
આ ક્લિપમાં કથિત રીતે ધારાસભ્ય રમણ વોરા સમાજના એક યુવાન સાથે આક્રોશભર્યા અંદાજમાં વાત કરતા સંભળાઈ રહ્યા છે. આ વાતચીત દરમિયાન તેમણે યુવાનને “ભાઈ, તું મારી જોડે વાત જ ના કર” જેવી ભાષા પણ ઉપયોગમાં લીધી. યુવાનનો દાવો છે કે, તે માત્ર સામાજિક પ્રશ્નો અંગે વાત કરી રહ્યો હતો.
ઈડરના ધારાસભ્ય રમણ વોરાની સાબર ડેરીને લઈ ચર્ચાની ઓડિયો ક્લિપ વાયરલ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 2, 2025
ઈડરના ધારાસભ્ય રમણ વોરાની પોતાના મત વિસ્તારના એક વ્યક્તિ સાથે સાબર ડેરીને લઈ ચર્ચાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જો કે આ ઓડિયો ક્લિપની VTVDigital પુષ્ટિ કરતું નથી..#idar #idarmla #ramanvora #SabarDairy #AudioClip… pic.twitter.com/lwRxD4iw3f
ADVERTISEMENT
હવે જાણીએ શું હતો મુદ્દો ?
વિગતો મુજબ આ વાતચીતનો મુદ્દો સાબર ડેરીના પ્રબંધન અને તાજેતરના ઘટનાઓ સાથે સંકળાયેલો હોવાનું જાણવા મળ્યું છે. યુવાનનો આક્ષેપ છે કે, ડેરીના કેસમાં જવાબદારીથી ભાજપના પ્રતિનિધિઓ દૂર ભાગી રહ્યા છે અને સામાજિક કાર્યકર્તાઓને દબાવવા માટે દમકી આપી રહી છે.
ADVERTISEMENT

એવું તે શું છે આ ઓડિયો ક્લિપમાં ?
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વાયરલ ઓડિયો ક્લિપમાં કથિત રીતે ધારાસભ્ય તરફથી યુવાન સાથે ઉગ્ર બોલચાલ સંભળાઈ રહી છે. આ સાથે “તમે ગુંડા છો?”, “ધમકાવો છો મને?” જેવી ભાષાનો ઉપયોગ થઈ રહ્યો છે તો યુવાને હું સાચા માટે લડું છું, તમે જે કરો તે કરો તેવું અને અશોક ચૌધરીના મૃત્યુ અંગે પણ ઉલ્લેખ કરતાં સંભલાઈ રહ્યો છે.
આ પણ વાંચો : ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ રમણ વોરા વિરૂદ્ધ મોરચો માંડ્યો, મામલો કરોડોના જમીન કૌભાંડનો!
ADVERTISEMENT
આ તરફ હવે સોશિયલ મીડિયામાં આ ઓડિયો ક્લિપ વાયરલ થતાં જ કેટલીક સ્થાનિક સામાજિક સંસ્થાઓએ પણ ધારાસભ્યની ભાષા પર નારાજગી વ્યક્ત કરી છે. VTV Digital આ વાયરલ ઓડિયો ક્લિપની કોઈપણ પ્રકારે પુષ્ટિ કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.