બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ રમણ વોરા વિરૂદ્ધ મોરચો માંડ્યો, મામલો કરોડોના જમીન કૌભાંડનો!

ગંભીર આક્ષેપ / ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ રમણ વોરા વિરૂદ્ધ મોરચો માંડ્યો, મામલો કરોડોના જમીન કૌભાંડનો!

Priykant Shrimali

Last Updated: 11:47 AM, 2 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Poonam Makwana Vs Ramanlal Vora : પૂર્વ MLA પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેકટરને લેખિત રજૂઆત કરી કે, રમણલાલ વોરાએ ખોટા દસ્તાવેજો સાથે પોતાને ખેડૂત સાબિત કર્યો છે અને એની આધારે જમીનના માલિક બન્યા

Poonam Makwana Vs Ramanlal Vora : ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી રમણલાલ વોરા ફરી એકવાર વિવાદમાં ઘેરાયા છે. પૂર્વ ધારાસભ્ય પૂનમ મકવાણાએ તેમના પર ગંભીર આક્ષેપ લગાવતા સરકાર અને મહેસૂલ વિભાગ સામે કાર્યવાહી માટે કડક માંગ ઉઠાવી છે. પૂનમ મકવાણાએ ગાંધીનગર કલેકટરને લેખિત રજૂઆત કરી છે કે , રમણલાલ વોરાએ ખોટા દસ્તાવેજો સાથે પોતાને ખેડૂત સાબિત કર્યો છે અને એની આધારે જમીનના માલિક બન્યા છે. તેમણે જણાવ્યું કે, આ કેસમાં જમીન વ્યવહાર, કાયદેસર દસ્તાવેજો, અને જમીનના ખોટા ઉપયોગની પણ તપાસ જરૂરી છે.

વિવાદગ્રસ્ત જમીન વ્યવહાર જોઈએ તો કથિત રીતે વર્ષ 2004માં ઉલ્લેખિત જમીન ચાર ભાગીદારો સાથે ભાગીદારી આધારે ખરીદવામાં આવી હતી. 2016 સુધી જમીનના દસ્તાવેજો ભાગીદારોના નામે જ હતા, તેમ પૂનમ મકવાણાએ દાવો કર્યો છે. આ સાથે 2016 પછી રમણલાલ વોરાએ પોતાની પત્ની અને બે દીકરાઓના નામે જમીન નોંધાવી તો વર્ષ 2024 આ જમીન દિનેશ પટેલ નામના મિત્રને ₹3.7 કરોડમાં વેચવામાં આવી. ત્યારબાદ દિનેશ પટેલે એ જમીનનો NA (Non-Agricultural) રૂપાંતર કરીને ફરીથી વોરાના દીકરાઓને વેચી દીધી.

કડક તપાસ અને કાર્યવાહી કરો : પૂનમ મકવાણા

પૂનમ મકવાણાએ રજૂઆતમાં કહ્યું છે કે, ખોટા દસ્તાવેજો દ્વારા ખેડૂત બનવું એક ગંભીર અપરાધ છે. આવા મામલાઓમાં કાયદેસર દંડ તથા જમીન પરત લેવાની પણ ગાણિતી વ્યવસ્થા છે. તેમણે એ પણ ઉમેર્યું કે, આ પ્રકરણ માત્ર વ્યક્તિગત નહીં પરંતુ વ્યાપક ધરખાતોની સામે એક પડકારરૂપ છે. સરકાર દ્વારા આવા કેસોમાં દૃઢ કાર્યવાહીની જરૂર છે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ આવી રીતે રાજ્યની જમીન ન હડપે.

આ પણ વાંચો : Video: 'દાંડિયા ઓછા રમજો પણ...', મહંત ઇન્દ્રભારતી બાપુની દરેક મા-બાપને સલાહ, જુઓ શું કહ્યું

જૂનાગઢના રાજકારણમાં પણ ગરમાવો

જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં નવી જ હલચલ શરૂ થઇ છે. રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી રાજકીય રીતે સક્રિય બન્યા છે અને 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન વંથલી, મેંદરડા અને માણાવદર તાલુકાઓનો પ્રવાસ કરી રહ્યા છે. તેઓ આ સમયગાળા દરમિયાન સ્થાનિક યુવાનો, ખેડૂતો અને મહિલા જૂથો સાથે સંવાદ સાધી, બેરોજગારી, ખેતીની સમસ્યાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરશે.

આ પણ વાંચો : બેરોજગારીની સમસ્યાને લઇ જવાહર ચાવડા મેદાનમાં, લીધો ચોંકાવનારો નિર્ણય

જવાહર ચાવડાએ જાહેર કરેલા એક વિડિયોમાં જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લો ઘણા સમયથી બેરોજગારી અને ખેતીની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. હવે સમય આવ્યો છે કે અમે લોકો વચ્ચે જઈને તેમની વાત સાંભળીએ અને યોગ્ય ફોરમ પર તે પ્રશ્નો ઉઠાવીએ. તેમણે કહ્યું કે, આ અભિયાન કોઈ રાજકીય એજન્ડા માટે નહિ, પરંતુ લોકોના જીવંત પ્રશ્નોને લઈને છે. તેમના આ અભિયાનને લઈને સ્થાનિક સ્તરે મોટો સમર્થન મળતું જણાઈ રહ્યું છે. કેટલાક વિશ્લેષકો માને છે કે ચાવડાનું આ એક્શન માત્ર સામાજિક નહિ પણ રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ છે અને આગામી ચૂંટણી પહેલા નવા રાજકીય સમીકરણોની શરૂઆતનું સંકેત આપી શકે છે.

આ બધું રાજકીય સ્ટંટ: ભાજપ

જવાહર ચાવડાના આ અભિયાનને લઈને ભાજપના નેતાઓ પણ સક્રિય પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભાજપના નેતા અરવિંદ લાડાણીએ કહ્યું કે, બેરોજગાર સહાયતા અભિયાન માત્ર એક રાજકીય સ્ટંટ છે. અમારું વિકાસ મોડલ સ્પષ્ટ છે અને લોકોના કલ્યાણ માટે કાર્યરત છે. આ સાથે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જણાવ્યું કે, તેલ તો એના પેટમાં રેડાયું છે, એટલે આવા સ્ટંટ કરી રહ્યા છે. તેમનામતે જૂનાગઢ જિલ્લામાં ક્યારેય દબદબો ન બનાવી શકનારા નેતાઓ હવે ખોટી દિશામાં લહેર ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ભાજપમાં જૂથવાદ! પૂર્વ MLAના પત્રથી હડકંપ, કહ્યું 'કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ...'

કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્યએ પણ ઠાલવ્યો છે બળાપો

કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, સ્થાનિક સ્તરે જૂથવાદ એટલો ઊંડે વસ્યો છે કે, એના કારણે પૂર્વ ધારાસભ્ય પદનો સન્માન જળવાતો નથી. વિકાસના કામોમાં સંકલન ન મળવું એ માત્ર કાર્યક્ષમતા પર, પણ પક્ષની અંદરની બૂનિયાદી સામૂહિકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. રાજકારણમાં મતભેદ સ્વાભાવિક છે, પણ સંગઠનમાં સહકાર ન હોવો, તેના વલણ પર તીવ્ર પ્રશ્ન ઊભો થાય છે. સાથે પત્રમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે,કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર જૂના કાર્યકરોની અવગણના થાય છે. આવા સંબંધિત પ્રશ્નો આજે માત્ર કપડવંજ-કઠલાલ સુધી સીમિત નથી. અનેક જિલ્લામાં જૂના કાર્યકરોનું એવું જ ગુંજતું રહ્યું છે, જે હજુ ખુલ્લેઆમ આવતું નથી પણ આવનાર દિવસોમાં સંભવિત રીતે સ્થિતિ બદલાઈ શકે છે. આ તરફ પૂર્વ ધારાસભ્યે પત્રના અંતે હજી પણ પક્ષ માટે કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Land Dispute Ramanlal Vora Punam Makwana
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ