બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: 'દાંડિયા ઓછા રમજો પણ...', મહંત ઇન્દ્રભારતી બાપુની દરેક મા-બાપને સલાહ, જુઓ શું કહ્યું
Last Updated: 10:12 AM, 2 September 2025
Indrabharti Bapu on Navratri : ગુજરાતની ઓળખ એવા ગરબા એટલે કે નવરાત્રી હવે ટૂંક સમયમાં શરૂ થનાર છે. આપણે ત્યાં નવરાત્રી માત્ર એક તહેવાર નહીં, પણ આસ્થા અને ઉત્સાહનો મેળાવડો પણ છે. નવરાત્રી દરમિયાન પરંપરાગત વેશભૂષા, ગરબા અને દાંડિયાથી રંગાઈ ગયેલ રાતો દરેક લોકો માટે વિશેષ હોય છે. આ તરફ હવે નવરાત્રીના તહેવારને લઈ શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુએ લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે.
ADVERTISEMENT
ગરબો રમો, પણ સતર્ક રહો: મહંત ઇન્દ્રભારતી બાપુ
શ્રી પંચ દશનામ જુના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મહંત ઇન્દ્રભારતી બાપુએ જણાવ્યું કે, નવરાત્રીમાં યુવાનોને ગરબાના નામે મૌજ-મસ્તી કરતા હોય છે, પરંતુ દરેકે વિચારવું જોઈએ કે આ પર્વ માતાજીના ઉપાસનાનું છે, માત્ર મોજમસ્તી માટે નહીં. ખાસ કરીને યુવતીઓ અને બહેનો માટે બાપુએ ચિંતાજનક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે.
ADVERTISEMENT
નવરાત્રિમાં વિધર્મીઓથી સાવધ રહેવા મહંત ઇન્દ્રભારતી બાપુની અપીલ#navratri #navratri2025 #MahantIndrabharatiBapu #VTVDigital pic.twitter.com/HcbTmvaP0A
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 2, 2025
આ સાથે ઇન્દ્ર ભારતી બાપુએ કહ્યું કે, દાંડિયા ઓછા રમજો પણ બહેનો-દીકરીઓ વિધર્મીઓથી સાવચેત રહો. કેટલાક વ્યક્તિઓ ડુપ્લિકેટ આધાર કાર્ડ બનાવી, હાથમાં ભારતીય સંસ્કૃતિના પ્રતિક એવા ટેટૂ લગાવી અને આપણી વચ્ચે ઘૂસીને દેશી નામ ધારણ કરીને બહેનો સાથે ભ્રમ ફેલાવે છે અને તેમને પોતાની ઓળખ છુપાવી ફસાવે છે.
ADVERTISEMENT
આવા લોકો ખાસ કરીને ગરબા મહોત્સવોમાં ટાર્ગેટ બનાવીને દીકરીઓને લલચાવે છે. આ વાત આજે કોઈ કલ્પિત કહાની નથી રહી ઘણા પ્રસંગો આવા સામે આવ્યા છે જ્યાં વ્યક્તિએ પોતાની ઓળખ છુપાવી, બહેનોની સાથે છેતરપિંડી કરી છે.
નવરાત્રિમાં વિધર્મીઓથી સાવધ રહેવા બહેનો-દીકરીઓના મા-બાપને મહંત ઇન્દ્રભારતી બાપુની અપીલ#navratri #navratri2025 #MahantIndrabharatiBapu #VTVDigital pic.twitter.com/C8MnE4bH1y
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) September 2, 2025
ADVERTISEMENT
જો જરૂર પડે, તો દીકરીઓ માટે માથું આપી દેજો : મહંત ઇન્દ્રભારતી બાપુ
મહંત ઇન્દ્રભારતી બાપુએ કહ્યું કે, પહેલા તો દીકરીઓ માટે માથું આપી દેતા, આજે એટલું તો ધ્યાન રાખો. અને જો જરૂર પડે, તો દીકરીઓ માટે માથું આપી દેજો.
ADVERTISEMENT

આ પણ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, નવસારી, વલસાડ અને દમણમાં સૌથી વધારે વરસાદ
ADVERTISEMENT
નવરાત્રીમાં બહેનો આ વાત યાદ રાખી લેજો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.