ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Politics / વડોદરાના સમાચાર / ભાજપમાં જૂથવાદ! પૂર્વ MLAના પત્રથી હડકંપ, કહ્યું 'કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ...'

વિવાદ / ભાજપમાં જૂથવાદ! પૂર્વ MLAના પત્રથી હડકંપ, કહ્યું 'કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ...'

Published By: Priykant Shrimali

Last Updated: 11:41 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ex BJP MLA Latter : પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોતાના રોષથી ભરેલા પત્ર દ્વારા પ્રશ્નો ઉઠાવ્યા, કોંગ્રેસમાંથી આવતા નેતા કે કાર્યકરોને ભાજપમાં મળતા પદને લઈ પણ વાત કરી, વર્તમાન MLAના જન્મદિવસના દિવસે જ પૂર્વ MLAનો પત્ર સામે આવતા હવે અનેક ચર્ચાઑને વેગ મળ્યો

ADVERTISEMENT

Ex BJP MLA Latter : ગુજરાતના રાજકારણને લઈ ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં હાલની સ્થિતિએ ભાજપમાં કથિત રીતે અંદરખાને જૂથવાદ અને જૂના કાર્યકર્તાઓની અવગણનાને લઈને અસંતોષના અવાજ ઉઠવા લાગ્યા છે. તાજેતરમાં કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં પોતાના રોષથી ભરેલા પત્ર દ્વારા જે પ્રશ્નો ઉઠાવ્યા છે તે માત્ર વ્યક્તિગત પીડા નહીં પણ કાર્યકર્તાઓના મનની ચિંતાનો પ્રતિબિંબ કહી શકાય છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસમાંથી આવતા નેતા કે કાર્યકરોને ભાજપમાં મળતા પદને લઈ પણ વાત કરી છે.

જૂથવાદ અને સહકારનો અભાવ

કપડવંજ-કઠલાલના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભીનો એક પત્ર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં જણાવાયું છે કે, સ્થાનિક સ્તરે જૂથવાદ એટલો ઊંડે વસ્યો છે કે, એના કારણે પૂર્વ ધારાસભ્ય પદનો સન્માન જળવાતો નથી. વિકાસના કામોમાં સંકલન ન મળવું એ માત્ર કાર્યક્ષમતા પર, પણ પક્ષની અંદરની બૂનિયાદી સામૂહિકતા પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કરે છે. રાજકારણમાં મતભેદ સ્વાભાવિક છે, પણ સંગઠનમાં સહકાર ન હોવો, તેના વલણ પર તીવ્ર પ્રશ્ન ઊભો થાય છે.

કોંગ્રેસમાંથી આવેલા કાર્યકરોને મહત્વ?

આ સાથે પત્રમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે,કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને વધુ મહત્વ આપવામાં આવે છે અને વર્ષોથી પક્ષ માટે મહેનત કરનાર જૂના કાર્યકરોની અવગણના થાય છે. આવા સંબંધિત પ્રશ્નો આજે માત્ર કપડવંજ-કઠલાલ સુધી સીમિત નથી. અનેક જિલ્લામાં જૂના કાર્યકરોનું એવું જ ગુંજતું રહ્યું છે, જે હજુ ખુલ્લેઆમ આવતું નથી પણ આવનાર દિવસોમાં સંભવિત રીતે સ્થિતિ બદલાઈ શકે છે. આ તરફ પૂર્વ ધારાસભ્યે પત્રના અંતે હજી પણ પક્ષ માટે કાર્ય કરવાનું સંકલ્પ વ્યક્ત કર્યું છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખને લઈ પણ ચર્ચાઓ

આ બધાની વચ્ચે ગુજરાત ભાજપમાં છેલ્લા કેટલાક સમયથી પ્રદેશ પ્રમુખોની પસંદગીઓ પણ ચર્ચાનો વિષય બની રહી છે. એકબાજુ ભાજપ દેશમાં મજબૂત સંસ્થા તરીકે ઉભરી છે ત્યારે રાજ્ય સ્તરે સંગઠનનું નેતૃત્વ એવા નેતાઓને આપવામાં આવે છે જેમની કામગીરી કરતાં સંતુલિત સંવાદમાં ઓછો પ્રયાસ રહે છે. સંગઠનના સ્તરે કાર્યકર્તા સંવાદ, ભવિષ્યની યોજના અને જૂથવાદ વિરુદ્ધ લડવા માટે મજબૂત નેતૃત્વ જરૂરી બની ગયું છે.

આ સાથે એક વાત એ પણ સામે આવી છે કે, હાલના કપડવંજ-કઠલાલના ધારાસભ્યનો ગઇકાલે એટલે કે 26 તારીખે જન્મ દિવસ હતો. આ તરફ વર્તમાન ધારાસભ્યના જન્મદિવસના દિવસે જ પૂર્વ ધારાસભ્યનો આ પત્ર સામે આવતા હવે અનેક ચર્ચાઑને વેગ મળ્યો છે. જેમાં ખાસ કરી સ્થાનિકોમાં ચર્ચા છે કે, શું વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય વચ્ચે બધુ બરાબર નથી ? આ પ્રકારના અનેક સવાલોના લઈ હાલ તો કપડવંજ-કઠલાલ વિધાનસભાનું રાજકારણ ગરમાયું છે.

આ પણ વાંચો : 'જો કોઇ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો...', વિશ્વ ઉમિયાધામના પ્રમુખના સમર્થનમાં ઉતર્યા પ્રવિણ તોગડિયા

જાણો પૂર્વ MLA શું કહ્યું પત્રમાં ?

મારા જાહેર જીવનમાં બે દાયકા કરતા વધારે સમયથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો આવ્યો છું.પાર્ટીના વિચારો અને કાર્યપદ્ધતિ પ્રત્યે મને હંમેશા ગૌરવ અને આદર રહ્યો છે. સ્થાનિક સ્તરે જૂથવાદના કારણે મારા પુર્વ ધારાસભ્ય પદની ગરીમાં અને સન્માન જળવાતું નથી અને સતત અવગણના કરવામાં આવે છે. મારા વિસ્તારના લોકોની કેટલીક મુખ્ય માંગણીઓ/રજુઆતો અને વિવિધ વિકાસ કામોમાં સંકલન ન મળવાથી મનમાં નિરાશા અને દુઃખ અનુભવું છું,આ પરિસ્થિતિએ મને મથાળે વિચારવા મજબૂર કર્યો છે. કોંગ્રેસમાંથી આવેલા લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે, જે વર્ષો થી પાર્ટીનું કામ કરે છે તેમની સાથે સતત અવગણના કરવામાં આવે છે. જુના પાર્ટીના કાર્યકર્તાની કોઈ કદર કરવામાં આવતી નથી. હું 24×7 પક્ષ માટે કામ કરતો આવ્યો છું અને આગળ પણ કરતો રહીશ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kapadvanj Kathlal BJP factionalism former MLA Kanubhai Dabhi Latter,

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ