ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'જો કોઇ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો...', વિશ્વ ઉમિયાધામના પ્રમુખના સમર્થનમાં ઉતર્યા પ્રવિણ તોગડિયા

પ્રતિક્રિયા / 'જો કોઇ ગરીબ ત્રીજું બાળક પેદા કરશે તો...', વિશ્વ ઉમિયાધામના પ્રમુખના સમર્થનમાં ઉતર્યા પ્રવિણ તોગડિયા

Published By: Priykant Shrimali

Last Updated: 10:28 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pravin Togadia : પ્રવિણ તોગડિયાએ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલના તાજેતરના નિવેદનને ખુલ્લેઆમ સમર્થન આપતા કહ્યું, "તીન બચ્ચે, હિન્દુ સચ્ચે" 3 બાળક પેદા કરનાર હિન્દુ વીર

ADVERTISEMENT

Pravin Togadia : તમને બધાને યાદ જ હશે કે, પાટીદાર આગેવાન અને વિશ્વ ઉમિયાધામ પ્રમુખ આર.પી.પટેલે હિન્દુઓને વધુ સંતાન પેદા કરવા અપીલ કરી હતી. જોકે હવે તેમને હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાએ સમર્થન જાહેર કર્યું છે. વાસ્તવમાં પ્રવિણ તોગડિયાએ વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલના તાજેતરના નિવેદનને ખુલ્લેઆમ સમર્થન આપી દીધું છે. આર.પી.પટેલે હિન્દુઓને વધુ સંતાન પેદા કરવા અપીલ કરી હતી જેને લઈને અનેક ચર્ચા થઈ રહી છે.

એવું તે શું કહ્યું પ્રવિણ તોગડિયાએ ?

હિન્દુ આગેવાન પ્રવિણ તોગડિયાએ જણાવ્યું કે, જેમ અન્ય સમાજની વસતિ સતત વધી રહી છે, તેમ જો હિન્દુઓ વધારે સંતાન નહીં પેદા કરે, તો ભવિષ્યમાં સ્થિતિ ગંભીર બનશે. "તીન બચ્ચે, હિન્દુ સચ્ચે" એ આજે સમાજ માટે જરૂરી વિચાર છે. આ સાથે તેમણે 3 બાળક પેદા કરનાર હિન્દુ વીર હોવાનું પણ નિવેદન આપ્યું હતું.

...તો હું એ બાળક માટે સ્કૂલ ફી ભરીશ : પ્રવિણ તોગડિયા

આ સાથે તેમણે જણાવ્યું કે, જરૂરિયાતમંદ હિન્દુ પરિવારો પોતાના ત્રીજા સંતાનને પેદા કરવામાં સંકોચ ન કરે, માટે તેઓ વ્યક્તિગત રીતે આવા બાળકોની સ્કૂલ ફી ભરવાની જવાબદારી લઈ શકે છે. તોગડિયાએ ઉમેર્યું હતું કે, જે હિન્દુ પરિવાર ત્રીજું સંતાન લાવે છે અને તેનાથી તેમના શૈક્ષણિક ખર્ચને લઇને ચિંતા હોય, તો હું એ બાળક માટે સ્કૂલ ફી ભરીશ.

આ પણ વાંચો : જૂનાગઢમાં સર્વિસ સ્ટેશનમાં મૂકેલી 'સ્કોર્પિયો' ગુમ થઇ જતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, અને પછી...!

આ સાથે લવ જેહાદ બાદ હવે લેન્ડ જેહાદની ચિંતા વ્યક્ત કરતાં તોગડિયાએ કહ્યું કે, અમુક લોકો હવે જમીનો ખરીદીને હિન્દુ વિસ્તારોને છીનવી લેવાના પ્રયાસમાં છે. હિન્દુઓએ હવે સાવધાન થવું પડશે. તોગડિયાના આ નિવેદનોએ રાજકીય અને સામાજિક ચર્ચામાં નવો રસ ભરી દીધો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

R.P. Patel Vishwa Umiyadham Pravin Togadia

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ