ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / જૂનાગઢમાં સર્વિસ સ્ટેશનમાં મૂકેલી 'સ્કોર્પિયો' ગુમ થઇ જતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, અને પછી...!

ચોંકાવનારો કિસ્સો / જૂનાગઢમાં સર્વિસ સ્ટેશનમાં મૂકેલી 'સ્કોર્પિયો' ગુમ થઇ જતા મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન, અને પછી...!

Published By: Priykant Shrimali

Last Updated: 09:25 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Scorpio Missing : માનો કે તમે કાર શોરૂમમાં સર્વિસ માટે મૂકી દીધી અને પછી તમને ખબર પડે કે તમારી કાર તો શોરૂમમાં નહીં પણ બીજે ક્યાંક ફરી રહી છે ? તો તમને ઝટકો તો લાગે જ ને. આવી જ થયું જુનાગઢમાં. જાણો શું છે સમગ્ર મામલો ?

ADVERTISEMENT

Junagadh Scorpio Missing : જો તમે પણ તમારી કાર શોરૂમમાં સર્વિસ કરવા માટે આપો છો તો આ સમાચાર વાંચી લેજો. તાજેતરમાં જુનાગઢથી એક ચોંકાવનારો અને ચેતવણીજનક બનાવ સામે આવ્યો છે. માનો કે તમે કાર શોરૂમમાં સર્વિસ માટે મૂકી દીધી અને પછી તમને ખબર પડે કે તમારી કાર તો શોરૂમમાં નહીં પણ બીજે ક્યાંક ફરી રહી છે ? તો તમને ઝટકો તો લાગે જ ને. આવી જ એક ઘટના બની છે જુનાગઢમાં. વિગતો મુજબ જૂનાગઢ શહેરમાં એક ગ્રાહકે પોતાની 19 લાખ રૂપિયાની સ્કોર્પિયો કાર શોરૂમમાં સર્વિસ માટે મૂકી અને થોડા કલાકો બાદ કાર ગુમ થઇ ગઈ. જોકે હવે આ ઘટનાએ સમગ્ર શહેરમાં ચકચાર મચાવી છે અને ગ્રાહકોમાં ભયનું વાતાવરણ સર્જાયું છે.

જુનાગઢમાં પ્રતાપ આગટ નામના વ્યક્તિએ પોતાના મિત્રની સ્કોર્પિયો બપોરના 12 વાગ્યે શોરૂમમાં સર્વિસ માટે મૂકી હતી. જોકે દરેક ગ્રાહકની જેમ તેમણે પણ માની લીધું કે, ગાડી સુરક્ષિત છે અને પોતાના કામે લાગી ગયા. પરંતુ રાત્રે 9 વાગ્યે એક ફોન કોલ આવ્યો જે તેમની માટે આશ્ચર્યજનક રહ્યો હતો. બન્યું એવું કે, પ્રતાપ આગટના મિત્રએ તેમને કહ્યું કે, સ્કોર્પિયો કાર મેંદરડા નજીક રસ્તા પર ફરતી જોવા મળી છે. આ સાંભળીને પ્રતાપ આગટ તાત્કાલિક શોરૂમ પર પહોંચ્યા અને પછી જે જાણવા મળ્યું તે ખરેખર ચોંકાવનારું હતું.

શોરૂમમાં તો પહોંચ્યા પણ ગાડી ન મળી...

આ તરફ પ્રતાપ આગટ શોરૂમ પર તપાસ કરતાં તેમને ગાડી હાજર મળી નહોતી. જેથી તેમણે તાત્કાલિક શોરૂમના મેનેજરને બોલાવ્યા બાદ મેનેજરે સ્વીકારી લીધું કે, હા, ગાડી શોરૂમમાંથી કોઈ લઈ ગયું છે અને અમે પણ ફરિયાદ કરવાના પ્રયત્નમાં છીએ.

આ પણ વાંચો : ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

પોલીસ તપાસ શરૂ

આ તરફ પ્રતાપભાઈએ ગુસ્સો વ્યક્ત કરતાં જણાવ્યું, હવે તો ગાડી ચોરાઈ ગઈ છે. જો ગાડી સાથે કોઈ દુર્ઘટના થઈ હોય તો તેની જવાબદારી કોણ લેશે? હવે તો મને એ ગાડી જોઈએ જ નહીં! આ સાથે તેમણે શંકા વ્યક્ત કરી કે, સર્વિસ માટે મૂકી હોય તેવી ગાડી જો શોરૂમમાંથી સુરક્ષિત ન રહે તો ગ્રાહક કોના પર વિશ્વાસ કરે? આ સમગ્ર કેસમાં પીડિતે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવાની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસ પણ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Car Missing Junagadh Scorpio

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ