બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

મેઘમહેર / ગુજરાતમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી

Nidhi Panchal

Last Updated: 06:43 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટતી જશે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 28 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાંક અઠવાડિયાથી મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જોકે, હવે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની તીવ્રતા ધીમે ધીમે ઘટશે એવી આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 26 ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધી ગુજરાતભરમાં હળવાથી મધ્યમ વરસાદ વરસશે, પરંતુ ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા બહુ ઓછી છે.

27

હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વરસાદ તો પડશે પરંતુ તે છૂટો-છવાયો અને હળવો રહેશે. તેમ છતાં તકેદારીના ભાગરૂપે માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

Rain-Forecast-04_v5B86nG

હવામાન વિભાગની વિગતવાર માહિતી મુજબ ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનારે નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને આવતા બે દિવસમાં વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આ ઉપરાંત દક્ષિણ હરિયાણા અને ઉત્તરપૂર્વ રાજસ્થાન પર અપર એર સર્ક્યુલેશન પણ સક્રિય છે. મોન્સૂન ટ્રફ હાલમાં ગંગાનગરથી લઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલું છે.

Rain-Forecast-01

યલો એલર્ટ

ગુજરાત માટેની આગાહી મુજબ 27 ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી રહેશે. માત્ર છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં માત્ર છૂટા છવાયા ઝાપટા પડી શકે છે.

app promo4

28 ઓગસ્ટે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાકીના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. 29 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં જ ભારે વરસાદની આગાહી છે. બાકીના સમગ્ર ગુજરાતમાં માત્ર છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.

આ પણ વાંચો : Rajkot માં ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાય, ગરીબ વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો

30 ઓગસ્ટે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 31 ઓગસ્ટે ઉત્તર તથા દક્ષિણ ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. બાકીના જિલ્લાઓમાં વરસાદની શક્યતા બહુ ઓછી રહેશે. આગામી સાત દિવસ ગુજરાતમાં મેઘરાજા છૂટાછવાયા ઝાપટા વરસાવતા રહેશે, પરંતુ ભારે વરસાદની શક્યતા નથી. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારોને તકેદારી રાખવા સૂચના આપી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain forecast Gujarat yellow alert,
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ