ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot માં ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાય, ગરીબ વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો

ચકચાર / Rajkot માં ડાંગર કોલેજમાં પૈસા આપો તો જ પાસ થવાય, ગરીબ વિદ્યાર્થીએ આપઘાત કરવો પડ્યો

Last Updated: 11:44 PM, 26 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો કે આપઘાત કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ કોલેજમાં પૈસા આપો તો જ પાસ કરવામાં આવતા હતા. જો પૈસા ન આપો તો વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા હતા.

ADVERTISEMENT

Rajkot News : રાજકોટમાં બી એ ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે. કોલેજ સંચાલકના ત્રાસથી વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને આપઘાત કર્યો હતો. સંચાલકોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. કોલેજમાં અભ્યાસ કરતા હોમિયોપેથીક વિદ્યાર્થીએ આપઘાત કર્યો હતો. ધર્મેશભાઈ ધીરુભાઈ કળસરીયા નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે. વિદ્યાર્થી સંગઠનો હોસ્પિટલ ખાતે એકઠા થયા હતા.

આપઘાત કેસમાં ચોંકાવનારો વળાંક

જો કે આપઘાત કેસમાં હવે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિદ્યાર્થીના વાલી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, આ કોલેજમાં પૈસા આપો તો જ પાસ કરવામાં આવતા હતા. જો પૈસા ન આપો તો વિદ્યાર્થીઓને નાપાસ કરવામાં આવતા હતા. પ્રિન્સિપાલ પોતે જ વિદ્યાર્થીઓ પાસે પૈસાના ઉઘરાણા કરતા હતા. જે વિદ્યાર્થીઓ પૈસા આપે તેમને ચોરી કરવા માટેની ઉઘાડી છુટ આપવામાં આવતી હતી. જો પૈસા ન આપે તે ગમે તેમ કરે તેને પાસ કરાવામાં આવતા નહોતા.

રાહત / ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત્ત, હવામાન વિભાગે અધિકારીક રીતે કરી જાહેરાત

બી.એ ડાંગર કોલેજ વારંવાર વિવાદમાં આવે છે

રાજકોટમાં બી એ ડાંગર કોલેજના વિદ્યાર્થીનો આપઘાત કરતા ફરી એકવાર ચર્ચામાં આવી ચુકી છે. કોલેજ સંચાલકના ત્રાસથી વિદ્યાર્થીએ ઇન્જેક્શન લઈને કર્યો આપઘાત કર્યો હતો. સંચાલક અને પ્રિન્સિપાલનો ત્રાસ એટલો હતો કે વિદ્યાર્થીઓ મિત્રો પાસેથી પૈસા ઉછીના લઇને આપવા છતા સંચાલકોની પૈસાની ભુખ સંતોષાઇ નહોતી. જેના કારણે વારંવાર માંગણી કરતા રહેતા આખરે કંટાળીને વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હતો તેવો આક્ષેપ પરિવારે કર્યો છે. કોલેજમાં અભ્યાસ કરતા હોમિયોપેથીક વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. ધર્મેશભાઈ ધીરુભાઈ કળસરીયા નામના વિદ્યાર્થીએ આપઘાત કરતા ચકચાર મચી ગઇ છે.

પિતાએ લગાવ્યા ગંભીર આક્ષેપ

વિદ્યાર્થીના આપઘાતને લઈને તેના પિતા અને ભાઈનો આક્ષેપ કર્યો કે, બી એ ડાંગર કોલેજમાં જે અભ્યાસ કરતો હતો. જ્યાં તેને બીજા સેમેસ્ટરમાં વારંવાર ફેલ કરવામાં આવતો હતો.કોલેજ સંચાલક દ્વારા વિદ્યાર્થી પાસે પાસ થવા માટે નાણાની માંગણી કરી હતી. વિદ્યાર્થીએ પૈસા આપ્યા હોવા છતાં તેને પરીક્ષામાંથી ચાલુ પેપર એ ઊભો કરી દીધો હતો. જેના કારણે તેને પોતાના મિત્રના રૂમમાં આપઘાત કરી લીધો છે. જોકે આ મામલે NSUI અને ABVP સંગઠનના નેતાઓ પણ પહોંચ્યા હતા. વિદ્યાર્થી નેતાઓએ પણ પરિવારને ન્યાય મળે તે માટેની માંગ કરી છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BA Dangar Homeopathy College Rajkot News Dharmesh Kalsariya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ