ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / સુરતના સમાચાર / વડોદરાના સમાચાર / ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત્ત, હવામાન વિભાગે અધિકારીક રીતે કરી જાહેરાત

photo-story

9 ફોટો ગેલેરી

રાહત / ગુજરાતમાં હવે વરસાદની શક્યતા નહીવત્ત, હવામાન વિભાગે અધિકારીક રીતે કરી જાહેરાત

Last Updated: 12:05 AM, 27 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Gujarat weather rain forecast: ગુજરાતભરમાં આગામી સાત દિવસ (26 ઓગસ્ટથી 31 ઓગસ્ટસુધી) ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત 28મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે.

1/9

photoStories-logo

1. મેઘરાજા ખમૈયા કરશે

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા થોડા સમયથી મેઘરાજાની ભરપુર કૃપા વરસી રહી છે. જો કે હવે મેઘરાજા ખમૈયા કરે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ એટલે કે 26 ઓગસ્ટ બાદથી વરસાદની તિવ્રતામાં તબક્કાવાર ઘટાડો જોવા મળશે. સપ્ટેમ્બર સુધીમાં વરસાદની તીવ્રતામાં સતત ઘટાડો થતો જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/9

photoStories-logo

2. હવામાન વિભાગના ડાયરેક્ટરે કરી આગાહી

હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે આગામી સાત દિવસ અંગે આગાહી કરતા જણાવ્યું કે, ગુજરાતભરમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદ વરસશે. જો કે ક્યાંય પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહીવત્ત છે. તેમ છતા પણ તકેદારીના ભાગરૂપે 28મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી અપાઇ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/9

photoStories-logo

3. પશ્ચિમ બંગાળ પર અપર એર સર્કુલેશન

હવામાન વિભાગની આગાહી અનુસાર ઓડિશા-પશ્ચિમ-બંગાળ કિનારાથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર અપર એર સરક્યુલેશનના પ્રભાવ હેઠળ, ઓડિશા કિનારાથી ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી પર આજે 05.30 કલાકે ભારતીય સમય મુજબ એક નીચા દબાણનો વિસ્તાર રચાયો છે. અને આજે 26 ઓગસ્ટ 2025 ના રોજ 08.30 કલાકે ભારતીય સમય મુજબ તે જ પ્રદેશ પર સ્થિત છે; સંકળાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાની સપાટીથી સરેરાશ 7.6 કિમી ઉપર દક્ષિણપશ્ચિમ તરફ ઊંચાઈ સાથે ઝુકાવ સાથે ફેલાયેલું છે. તે પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાની અને આગામી 2 દિવસ દરમિયાન વધુ તીવ્ર બનવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/9

photoStories-logo

4. દક્ષિણ હરિયાણામાં સર્કુલેશનની અસર

દક્ષિણ હરિયાણા અને નજીકના ઉત્તરપૂર્વ રાજસ્થાન પર ગઈકાલનું અપર એર સર્ક્યુલેશન સરેરાશ દરિયાની સપાટીથી 5.8 કિમી ઉપર દક્ષિણ તરફ ઝુકાવ સાથે વિસ્તરેલું છે. મોન્સૂન ટ્રફ હવે ગંગાનગર, સિરસા, આગ્રા, બાંદા, સિદ્ધિ, સંબલપુરમાંથી પસાર થઈને ઓડિશા કિનારાથી ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પર ઓછા દબાણવાળા વિસ્તારના કેન્દ્રમાં અને ત્યાંથી દક્ષિણપૂર્વથી પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં પસાર થાય છે અને સરેરાશ સમુદ્ર સપાટીથી 1.5 કિમી સુધી વિસ્તરે છે અને બે એમ્બેડેડ સાયક્લોનિક સરક્યુલેશન ઉપરથી પસાર થઈ રહ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/9

photoStories-logo

5. 27 ઓગસ્ટે યલો એલર્ટ

હવામાન વિભાગના વેધર મેપ અનુસાર 27મી ઓગસ્ટ એટલે કે, બુધવારના રોજ રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થતી દેખાઈ રહી છે. બુધવારે છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. બાકીના તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. ક્યાંય છુટા છવાયા ઝાપડા પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/9

photoStories-logo

6. વરસાદનું જોર સામાન્ય વધશે

28મી તારીખે સાત જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા,તાપી, ડાંગ, નવસારી,વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ છે. બાકીનાં તમામ વિસ્તારમં વરસાદની કોઇ શક્યતા નથી. ક્યાંય છુટો છવાયો પડી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/9

photoStories-logo

7. ચાર જિલ્લામાં જ યલો એલર્ટ

29મી તારીખે દક્ષિણ ગુજરાતના માત્ર ચાર જિલ્લામાં જ યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરાનગર હવેલીનો સમાવેશ થાય છે. બાકીનાં સમગ્ર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. ક્યાંય ક્યાંક છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/9

photoStories-logo

8. વરસાદમાં સામાન્ય વધારો થઇ શકે છે.

30મી તારીખે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થવાની આગાહી કરાઇ છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. બાકીનાં ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત્ત છે. છુટોછવાયો વરસાદ વરસી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/9

photoStories-logo

9. 6 જિલ્લામાં યલો એલર્ટ

31મી તારીખે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Rain Rain intensity will decrease in Gujarat IMD Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ