બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બેરોજગારીની સમસ્યાને લઇ જવાહર ચાવડા મેદાનમાં, લીધો ચોંકાવનારો નિર્ણય
Last Updated: 01:18 PM, 28 August 2025
રાજ્યના પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ફરીથી રાજકીય રીતે સક્રિય થયા છે. તેઓ આગામી 1થી 3 સપ્ટેમ્બર દરમિયાન જુનાગઢ જિલ્લાના વંથલી, મેંદરડા અને માણાવદર તાલુકાઓનો પ્રવાસ કરશે. પ્રવાસ દરમિયાન તેઓ સ્થાનિક રહેવાસીઓ સાથે મુલાકાત કરીને બેરોજગારી સહિતના સામાન્ય જનજીવનના પ્રશ્નો વિશે સંવાદ કરશે.
ADVERTISEMENT
વીડિયોમાં શું કહ્યું
જવાહર ચાવડાએ જાહેર કરેલા વિડિયોમાં જણાવ્યું કે, "જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બેરોજગારી, ખેતીની સમસ્યાઓ અને વિકાસની અવગણના જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. હવે સમય આવ્યો છે કે અમે જનતા વચ્ચે જઈને તેમની સાથે સંવાદ કરવો જોઈએ. તેઓ દરેક ગામડાંના યુવાનો, ખેડૂતો, અને મહિલા જૂથો સાથે મળીને ખુલ્લો સંવાદ કરશે અને તેમના પ્રશ્નોની સમજૂતી લેશે.
ADVERTISEMENT
અનેક રાજકીય અટકળો શરૂ
ADVERTISEMENT
ચાવડાનું આ પગલું આગામી રાજકીય સમીકરણોને નવી દિશા આપી શકે છે એવી અટકળો પણ શરૂ થઈ ગઈ છે. આગામી દિવસોમાં તેઓ કઈ રાજકીય ભૂમિકા ભજવશે તેની અટકળો વચ્ચે, હાલ તો તેમનું મુખ્ય ધ્યાન જનતા સાથે સીધી વાતચીત પર કેન્દ્રિત છે.
થોડા દિવસ પહેલા ભાજપના દિગ્ગજ નેતા આપની સભામાં હાજર રહ્યા હતા
ADVERTISEMENT
થોડા દિવસ પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ આમ આદમી પાર્ટીના નેતાઓની સભામાં હાજરી આપી હતી. જેનાં ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જૂનાગઢના રાજકારણમાં આગામી સમયમાં મોટી નવાજૂની થવાની લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ જવા પામી છે. અમરાપુર બેઠકના આકાળા અને વિરડી ગામે આદ આદમી પાર્ટીનાં નેતા પિયુષ પરમારની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જવાહર ચાવડાએ જૂનાગઢમાં ફરી સભાઓ યોજવાનું શરૂ કર્યું
ADVERTISEMENT
જુનાગઢ જિલ્લામાં રાજકારણમાં નવાજુની થવાનાં એંધાણ વર્તાઈ રહ્યા છે. આકાળા અને વિરડી ગામે AAPની સભામાં જવાહર ચાવડા પહોચ્યા હતા. જવાહર ચાવડાના AAP નેતાઓ સાથે બેઠક વીડિયો વાયરલ થયો હતો. આગેવાનો સાથેની બેઠકના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો. જવાહર ચાવડાએ જૂનાગઢમાં ફરી સભાઓ યોજવાનું શરૂ કર્યું છે. જવાહર ચાવડાએ તાજેતરમાં રોજગારનો મુદ્દો ઉઠાવ્યો હતો.

ADVERTISEMENT
AAP ની સભામાં ભાજપના નેતાની હાજરી
આમ આદમી પાર્ટીની સભામાં ભાજપના નેતા જવાહર ચાવડા હાજર રહ્યા હતા. આદ આદમી પાર્ટીના આગેવોનો સાથે તેમણે ફોટા પણ પડાવ્યા હતા. જે ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા સોશિયલ મીડિયા પર અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ભાજપના કદાવર નેતા જવાહર ચાવડાને છેલ્લા કેટલાય સમયથી સાઈડ લાઈન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જોર પકડ્યું છે. આમ આદમી પાર્ટીનાં કાર્યક્રમમાં તેઓની હાજરીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ ફોટાએ રાજકારણમાં હલચલ મચાવી
આ સમગ્ર બાબતે રાજકીય નિષ્ણાંતોના મતે તેઓએ તેમના મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, આગામી દિવસમાં જૂનાગઢના રાજકારણમાં મોટી ઉથલ પાથલ થઈ શકે છે. જવાહર ચાવડા જે રીતે અચાનક AAP પાર્ટીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે રીતે નવાજૂનીની પ્રબળ શક્યતાઓ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જવાહર ચાવડાના ફોટા કમલમમાં પહોંચતા ભાજપનું મોવડી મંડળ પણ ચોંકી ઉઠ્યું હતું. આગામી સમયમાં શું ભાજપ છોડી જવાહર ચાવડા આમ આદમી પાર્ટીમાં જોડાશે? કે નહી તે જોવાનું રહ્યું. પરંતું આ ઘટનાએ સમગ્ર જૂનાગઢના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.
વિસાવદરની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ જવાહર ચાવડાના નામના નારા લાગ્યા
તાજેતરમાં જ વિસાવદરમાં ગોપાલ ઈટાલિયાએ જીવ મેળવ્યા બાદ કાર્યકરો સાથે ઉજવણી કરી રહ્યા હતા. તે દરમ્યાન જવાહર ચાવડા ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. જવાહર ચાવડા જે તે સમયે કોંગ્રેસના નેતા હતા. જે બાદ તેઓ પક્ષપલ્ટો કરી ભાજપમાં જોડાયા હતા. વિસાવદરની પેટા ચૂંટણીમાં AAP ની ભવ્ય જીત બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ઉજવણી દરમ્યાન જવાહર ચાવડાના નામના નારા લગાવ્યા હતા.
આ પણ વાંચોઃ 'સેવન્થ-ડે' સ્કૂલની મુશ્કેલીમાં વધારો! ક્રાઈમ બ્રાંચ ફૂલ એક્ટિવ મોડમાં, લેવાશે એક્શન
કોંગ્રેસમાંથી બળવો કરી ભાજપમાં જોડાયા હતા
જવાહર ચાવડાની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો સૌરાષ્ટ્રના નેતાઓમાં તેમનું મહત્વનું સ્થાન છે. તેઓ માણાવદરથી 26 વર્ષની ઉંમરે 1990 માં ચૂંટણી લડી પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા. જે બાદ તેઓ લાંબા સમય સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા. જે બાદ 2019 માં તેઓ બળવો કરી ભાજપમાં જોડાયા હતા અને રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી બન્યા હતા. જે બાદ 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં તેઓની હાર થઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.