ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સેવન્થ-ડે' સ્કૂલની મુશ્કેલીમાં વધારો! ક્રાઈમ બ્રાંચ ફૂલ એક્ટિવ મોડમાં, લેવાશે એક્શન

મોટી અપડેટ / 'સેવન્થ-ડે' સ્કૂલની મુશ્કેલીમાં વધારો! ક્રાઈમ બ્રાંચ ફૂલ એક્ટિવ મોડમાં, લેવાશે એક્શન

Last Updated: 11:41 AM, 22 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મોટી કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે.

ADVERTISEMENT

અમદાવાદમાં થોડા દિવસ અગાઉ સેવન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયાર મારી મોત નિપજાવવા મામલે પોલીસ દ્વારા બે બાળકોની ધરપકડ કરી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભારેલા અગ્નિ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સેવન્થ ડે સ્કૂલ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે. તેમજ કોર્ટમાંથી ફરિયાદ માટે મંજૂરી લેવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાંચે શરૂ કરી છે. સેવન્થ ડે સ્કૂલની નિષ્કાળજી અને ગંભીર બેદરકારીના કારણે સ્કૂલને આરોપી બનાવાશે. તેમજ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવશે.

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાને લઈ હવે સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓની સુરક્ષાના ભાગરૂપે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની તમામ શાળાઓમાં હવે બેગનું ચેકિંગ થશે. શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓના બેગ ચેક થશે. સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હતી. વિદ્યાર્થી કેટલાક દિવસથી તીક્ષ્ણ હથિયાર સ્કૂલબેગમાં રાખતો હતો. આવી ફરી કોઈ ઘટના ન બને તે માટે સ્કૂલો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આજે પણ મણિનગરની 2 સ્કૂલોમાં રજા જાહેર

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે ગત રોજ શહેરમાં આવેલ કેટલીક સ્કૂલો દ્વારા રજા જાહેર કરવામાં આવી હતી. આજે પણ મણિનગરની 2 સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. દૂન અને કુમકુમ સ્કૂલે સત્તાવાર રજા જાહેર કરી છે. તેમજ સ્કૂલ પ્રશાસને વાલીઓને મેસેજ કરી રજાની માહિતી આપી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા અને હાલની પરિસ્થિતિને લઈ રજા જાહેર કરવામાં આવી છે.

બે ફરિયાદ નોંધવામાં આવી

સેવન્થ ડે એડવેન્ટિસ્ટ સ્કૂલના વિદ્યાર્થીની હત્યાની ઘટના બાદ શહેરમાં ભારે ઉગ્રતા ફાટી નીકળી છે. પોલીસે સમગ્ર મામલામાં જુદી જુદી બે એફઆઇઆર નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ એફઆઇઆર વિદ્યાર્થીની હત્યાને લઇને દાખલ કરવામાં આવી છે. જ્યારે બીજી ફરિયાદ તોડફોડ અને હુલ્લડખોર ટોળા વિરુદ્ધ નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા બંને કિશોરોની અટકાયત કરી

તપાસમાં ખુલ્યું છે કે આ હૃદયદ્રાવક હત્યામાં સ્કૂલમાં અભ્યાસ કરતાં બે કિશોરો સામેલ હતા. પોલીસ દ્વારા બંને કિશોરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. પોલીસ દ્વારા બંને કિશોરોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આવી બન્યું ગુજરાતનું! ભાદરવાની શરૂઆતમાં જ આ જિલ્લાઓ થશે જળબંબાકાર, આગામી 5 દિવસ 'ભારે'

ટોળા વિરુદ્ધ બીજી ફરિયાદ

વિરોધ પ્રદર્શન દરમિયાન શાળામાં તોડફોડની ઘટના પણ બની હતી. આ તોડફોડમાં શાળાનું આશરે 15 લાખ રૂપિયાની સંપત્તિનું નુકસાન થયું હોવાનો શાળા સંચાલકોનો દાવો છે. પોલીસે આ મામલે 500 જેટલા લોકોના ટોળા વિરુદ્ધ પણ તોડફોડની બીજી FIR નોંધાવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Seventh Day School Ahmedabad Seventh Day School Ahmedabad News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ