બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / રાજકોટ / Acting Chancellor Bhimani on Dr. Kladhar made serious allegations

રાજકોટ / કારસ્તાન? સૌરાષ્ટ્ર યુનિ.ના સિન્ડિકેટ માંથી હકાલપટ્ટી થતાં ડો.કલાધર આર્યના સ્ફોટક ખુલાસા, સામે પક્ષે પણ કઈ બાકી ના રાખ્યું

Dinesh

Last Updated: 08:24 PM, 13 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે, કાર્યકારી કુલપતિ ભીમાણી પર પૂર્વ સિડિકેન્ટ સભ્ય ડો. ક્લાધર આર્યએ ગંભીર આક્ષેપો કર્યા છે.

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ જગતમાં ખળભળાટ
  • કાર્યકારી કુલપતિ ભીમાણી પર ડો. ક્લાધરે કર્યા ગંભીર આક્ષેપ
  • કુલપતિ અને જે લોકોએ કારસ્તાન કર્યું છે તેમની સામે પોલીસ ફરિયાદ કરીશ: ડો. ક્લાધર આર્ય


સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે. રાજકોટમાં પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિવધ હોદ્દેદારો દ્વારા આક્ષેપો પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકારણ તેજ બન્યું છે. પૂર્વ સિડિકેન્ટ સભ્ય ડો. ક્લાધર આર્યએ કુલપતિ ભીમાણી પર ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે તો બીજી તરફ કુલપતિ ભીમાણીએ પણ પત્રકાર પરિષદ યોજી છે.

ડો. ક્લાધર આર્યએ કુલપતિ ભીમાણી પર કર્યા ગંભીર આક્ષેપ
પૂર્વ સિડિકેન્ટ સભ્ય ડો. ક્લાધર આર્યએ કુલપતિ ભીમાણી પર ગંભીર પ્રકારના આક્ષેપો કરતા જણાવ્યું કે, નાની નાની ખોલકીઓમાં બાર-બાર અને તેર-તેર અભ્યાસક્રમોને મંજૂરીઓ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, જામજોધપુરના આંબરડી ગામે જઈને મેં જાતે તપાસ કરી છે. તેમણે કહ્યું કે, આંબરડી ગામમાં આવા નામના કોઈ વ્યક્તિ જ નહીં. સૌરાષ્ટ્રના અલગ અલગ પાંચ આંબરડી ગામે જઈને મે મતદાર યાદી માંગી છે અને 4,054 નામોની યાદી જાણી છે.

ડો. ક્લાધર

'છેતરપિંડી સહિતની કલમો સાથે દાવો કરીશ'
આર્યએ કહ્યું કે, હું ક્રિમિનલ પ્રોસિઝર કલમ હેઠળ કાર્યવાહી તરફ આગળ વધીશ અને ખોટા દસ્તાવેજો બનાવ્યા, છેતરપિંડી જેવા કામો કર્યા છે. તેમણે કહ્યું કે, કુલપતિ તેમજ જે લોકોએ કારસ્તાન કર્યું છે તેમની સામે હું પોલીસ ફરિયાદ કરીશ. તેમણે ઉમેર્યું કે,  હું કાયદાકીય નિષ્ણાતોની સલાહ લઈ રહ્યો છું કે, ક્રિમિનલની કલમો મુજબ કામ થઈ શકે કેમ. છેતરપિંડી સહિતની કલમો સાથે દાવો કરીશ અને વિધિવત પોલીસ ફરિયાદ પણ આગામી દિવસોમાં કરીશ. તેમણે વધુમાં જણાવ્યું કે, અલગ અલગ 14 અભ્યાસ સમિતિ પણ કુલપતિનો હોદ્દાઓ લઇ શકે છે. મારી પાસે તમામ દસ્તાવેજી પુરાવોઓ છે.

ગિરીશ ભીમાણી

કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણીની પત્રકાર પરિષદ
ડો. ક્લાધર આર્યના આરોપોને ફગાવતા કાર્યકારી કુલપતિ પ્રો. ગિરીશ ભીમાણી જણાવ્યું કે, ''ભાઈ'' ગીરી શબ્દનો ઉપયોગ તે તેમનો વિચાર છે અને અરજી કરનાર વ્યક્તિનું પણ જરૂર પડશે તો નિવેદન લેવામાં આવશે. ગેરકાયદેસર કોલેજોને મંજૂરી આપવાના આરોપમાં કહ્યું કે, યુનિવર્સિટીના નિયમો મુજબ જ મંજૂરી આપવામાં આવી છે. 22 કોલેજોની એલઆઈસીમાં એક જ વ્યક્તિ ગયા તે મુદ્દે જણાવ્યું કે, કોઈ સભ્ય જવા તૈયાર ન હોય તો જેને જવાબદારી આપી તેને નિયમ મુજબ એલઆઈસી કરી છે. રૂપિયા કટકટાવવા મદ્દે તેમણે ઉમેર્યું કે, એ કોઈ પણ આરોપ લગાવી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ધારી કોલેજ કૌભાંડ મામલે તપાસ કમિટી કામ કરી રહી છે, સિન્ડિકેટ બેઠકમાં પણ આ અંગે તપાસ કમિટીની વાત કરી છે. તપાસ કમિટીમાં બે અધિકારીઓની નિમણુંક કરાઈ છે. તપાસ અહેવાલ આપ્યા પછી કાર્યવાહી કરવામાં આવશે. 5 એકરના જમીનના નિયમ મુજબ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ