બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / According to one research claim, global warming threatens to increase the mortality of children
ADVERTISEMENT
કેલિફોર્નિયાના સંશોધકોએ જણાવ્યું કે સંયુક્ત રાજ્ય અમેરિકામાં વર્ષ ૧૯૬૯થી ૧૯૮૮ની વચ્ચે ગરમીની સિઝનમાં ૨૫ હજાર બાળકો બે અઠવાડિયાં પહેલાં જન્મ્યાં હતાં. તેનો અર્થ એ હતો કે આ બાળકો લગભગ ૧,૫૦,૦૦૦ ગર્ભકાલીન દિવસોમાં મળતા પોષણથી વંચિત રહ્યાં છે.
ADVERTISEMENT
સમય પહેલાં ડિલિવરી થવાની બાબતને ગંભીરતાથી લેવી જોઇએ
નેચર રિસર્ચ નામની જર્નલમાં પ્રકાશિત અભ્યાસના લેખકોએ કહ્યું હતું કે તે નિશ્ચિત નથી કે પારો વધવાની સાથે-સાથે પ્રસવ જલદી કેમ થાય છે, પરંતુ સમય પહેલાં ડિલિવરી થવાની બાબતને ગંભીરતાથી લેવી જોઇએ. યુનિવર્સિટીઓ કેલિફોર્નિયા-લોસ એન્જલસની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ધ એન્વાયરન્મેન્ટલ એન્ડ સસ્ટેનિબિલિટીથી એલન બરેગાએ કહ્યું કે બાળકો સમય પહેલાં જન્મે તો તેમનો વિકાસ અવરોધાય છે અને તેની અસર તેમની યુવાવસ્થા પર પણ પડે છે, પરંતુ આ અંગે મજબૂત દાવાઓ માટે હજુ વધુ અભ્યાસની જરૂર છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે ગરમીની સિઝનમાં ઓક્સિટોસિનના સ્તરમાં વધારો થાય છે. આ એક એવું હોર્મોન છે, જે પ્રસવની સાથે-સાથે ડિલિવરીને પણ નિયંત્રિત કરે છે અને ગરમીના કારણે હૃદય સંબંધિત તણાવ પણ વધે છે. સંશોધકોએ કહ્યું કે આ બંનેની વચ્ચેનો સંબંધ સમય પહેલાં પ્રસવ માટે જવાબદાર રહે છે. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે શરૂઆતના દિવસોમાં જન્મદરમાં પાંચ ટકાનો વધારો થયો હતો, જ્યાં તાપમાન ૩૨.૨ સેલ્સિયસથી ઉપર હતું. ૨૦૦માંથી એક બાળકનો જન્મ સમય પહેલાં થયો હતો. જો ગ્લોબલ વોર્મિંગના કારણે ગરમી દર વર્ષે વધતી રહેશે તો બાળકોમાં સમય પહેલાં જન્મવાનો દર પણ વધતો રહેશે અને તેમનો વિકાસ અવરોધાશે તેમજ તેમના પર મૃત્યુનો ખતરો પણ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.