બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Accident on Ahmedabad-Mumbai National Highway in Palsana, Surat

ઘટના / ગુજરાતમાં ગજબ, રવિવારના દિવસે અકસ્માતની 5 ઘટનાઓ, સૌથી મોટો 'ચમત્કાર' તો આ બન્યો

Dinesh

Last Updated: 09:52 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના પલસાણામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હઈવે પર અકસ્માત થયો હતો, હાઇવે પર કોપર પ્લેટ ભરેલી એક ટ્રક મીંઢોળા નદીમાં ખાબકી હતી

  • સુરતમાં અમદાવાદ-મુંબઈ નેશનલ હઈવે પર અકસ્માત
  • શિહોરી-પાટણ હાઇવે ઉપર કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત
  • નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત

રાજ્યમાં રોજ બરોજ રોડ અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. નબીરાઓ બેફામ વહાન હંકારતા અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. આજે રાજ્યના ચારથી વધુ જિલ્લાઓમાંથી અકસ્માતની ઘટના સામે આવી છે. બનાસકાંઠા, અમદાવાદ, નવસારી તેમજ સુરતમાં અકસ્માત સર્જાયા હતા. જો કે, રાહતની વાત છે કે, એકપણ જાનહાની નથી.

અમદાવાદ-મુંબઈ હાઈવે પર અકસ્માત
સુરતના પલસાણામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હઈવે પર અકસ્માત થયો હતો. હાઇવે પર કોપર પ્લેટ ભરેલી એક ટ્રક મીંઢોળા નદીમાં ખાબકી હતી. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઈ નથી. બીજી તરફ અકસ્માતના પગલે નેશનલ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિકજામ થયો હતો. ઘટનાની જાણ થતા પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક સહિત ટ્રકને નદીમાંથી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત 
શિહોરી-પાટણ હાઇવે ઉપર મેલુસણ નજીક કાર અને પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ લખેલી પ્લેટ વાળી ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. જે ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં નથી અને એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે.

મીંઢોળા નદીમાં કન્ટેઇનર ખાબક્યું
નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર મીંઢોળા નદીમાં કન્ટેઇનર ખાબકતા અકસ્માત સર્જાયો હતો. ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક અમદાવાદથી મુંબઈ તરફ જઇ રહ્યું હતો. કન્ટેઇનર ડિવાઈડર તોડી નદીમાં ખાબકયું હતું. સદનસીબે અકસ્માતમાં ચાલકનો આબાદ બચાવ થયો છે.

સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા થયો અકસ્માત
અમદાવાદના નિકોલમાં બોલેરો પિકઅપ ચાલકે અકસ્માત સર્જ્યો હતો. સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા સમગ્ર ઘટના સર્જાઈ હતી. જો કે, અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. જેમાં રોડ પર ઉભેલા 2 વાહનચાલકનો આબાદ બચાવ થયો હતો અને રિક્ષાચાલક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત કરી પિકઅપ ચાલક ફરાર થઈ ગયો હતો. જો કે, સમગ્ર ઘટનાને લઈ આઈ-ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

કારચાલકે અકસ્માત સર્જ્યો
માઉન્ટ આબૂથી દારૂ પીને કાર ચલાવતા લોકો માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી છે, પાલનપુર હાઇવે પર નશાની હાલતમાં કારચાલકે અકસ્માત સર્જ્યો હતો. સામેથી આવતી કારને દારૂ પીધેલા કારચાલકે ટક્કર મારી હતી. નશાની હાલતમાં નિર્દોષ વાહનચાલકને દારૂડિયાએ અડફેટે લીધો હતો. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ